🔥 TRENDING Why Reading Bhagat Singh Matters in 20... AAP Expands Punjab Campaign, Highlight... Rahul Gandhi’s Vision: A Call to Embra... West Indies Must Win Second ODI to Kee... Asian Games: Cricket Final Gold Medal... Olympics.com Releases India’s Full Med...
30 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમદાવાદના બાવળામાં ઝાડીઓમાંથી ગર્ભનાળ સાથે મળી આવી નવજાત બાળકી, સામાજિક કાર્યકરની સતર્કતાથી થયો બચાવ
Crime

અમદાવાદના બાવળામાં ઝાડીઓમાંથી ગર્ભનાળ સાથે મળી આવી નવજાત બાળકી, સામાજિક કાર્યકરની સતર્કતાથી થયો બચાવ

✍️ Reporter: RABBANI KHAN MALEK 🗓 07 Sep 2026, 03:12 PM 👁 39
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમદાવાદ જિલ્લાના બાવળા-સાણંદ ચોકડી નજીક ઝાડીઓમાંથી એક નવજાત બાળકી રડતી હાલતમાં મળી આવી છે. સામાજિક કાર્યકરની સતર્કતાને કારણે બાળકીનો આબાદ બચાવ થયો છે.

ન્યુઝ અપડેટ..
બાવળા : અમદાવાદ


અમદાવાદ જિલ્લાના બાવળાથી શરમાવે તેવી ઘટના સામે આવી છે.

બાવળા-સાણંદ ચોકડી નજીક વૃક્ષોની ઝાડીમાંથી એક નવજાત બાળકી રડતી હાલતમાં મળી આવતા ચકચાર મચી ગયો છે. ખાસ વાત એ છે કે બાળકી ગર્ભનાળ સાથે જોડાયેલી હાલતમાં મળી હતી, સામાજિક કાર્યકરની સતર્કતાથી બાળકીનો આબાદ બચાવ થયો છે.

તારીખ 6 સપ્ટેમ્બર વહેલી સવારે રાજકોટથી બાવળા તરફ આવતા પુલ નજીક સાણંદ ચોકડી પાસે વૃક્ષોની ઝાડીમાંથી બાળકના રડવાનો અવાજ આવી રહ્યો હતો. સ્થાનિક સોનારા સુનિલભાઈએ આ અંગે સામાજિક કાર્યકર દાદન વ્હોરાને ફોન કરી જાણ કરી હતી.

માહિતી મળતા જ સામાજિક કાર્યકર દાદન વ્હોરા અને તેમના મિત્ર મહેન્દ્ર બાંભણીયા તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. તપાસ કરતા ઝાડીમાંથી એક નવજાત બાળકી મળી આવી હતી, જે માતાની ગર્ભનાળ સાથે જોડાયેલી હતી.

પરિસ્થિતિની ગંભીરતા જોતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. ચાંગોદર ખાતે કાર્યરત 108 ની ટીમે સ્થળ પર પહોંચી બાળકીને પ્રાથમિક સારવાર આપી હતી અને ત્યારબાદ તેને બાવળા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

ઘટનાની જાણ થતા બાવળા પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી. બાળકીની હાલતને ધ્યાને લઈ પોલીસે તેને વધુ સારવાર માટે અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી છે. સાથે જ તાલુકા હેલ્થ ઓફિસરની ટીમ દ્વારા પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

હાલ નવજાત બાળકીની સારવાર ચાલી રહી છે અને તે ખતરાની બહાર હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ માસૂમને તરછોડીને ઝાડીમાં કોણ મૂકી ગયું તે દિશામાં બાવળા પોલીસે તપાસ તેજ કરી છે.

સમગ્ર ઘટનાને લઈ બાવળા પંથકમાં ભારે ચકચાર મચી છે.

રીપોર્ટર રબ્બાની મલેક સાણંદ અમદાવાદ
📲Get App