🔥 TRENDING Jammu and Kashmir Government Orders Po... CM Omar Abdullah Announces Rectificati... J&K Issues 146 Closure Orders, 229 Not... Man kills live-in aunt over affair sus... Zuckerberg, Chan Donate $4 Million to... Hundreds of Fishermen Protest Secretar...
30 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વરસાદ ની અછત ને પરિણામે પાક નિષ્ફળ જતા ગોધર મામલતદારશ્રી ને કિસાન સંઘ તથા ખેડૂતો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું

વરસાદ ની અછત ને પરિણામે પાક નિષ્ફળ જતા ગોધર મામલતદારશ્રી ને કિસાન સંઘ તથા ખેડૂતો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું

✍️ Reporter: Vankar Lakshman bhai 🗓 07 Sep 2026, 10:12 PM 👁 130
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
##મહીસાગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ખરીફ પાક નિષ્ફળ ગોધર તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા કિસાન સંઘ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપ્યું.... ગોધર તાલુકાને ચાલુ વર્ષે ચોમાસાની સીઝનમાં મહીસાગર જિલ્લા અને સરહદી પંથકમાં વરસાદ ભારે ખેંચાતા ધરતીપુત્રો મોટા સંકટમાં મુકાયા છે. લાંબા સમયથી વરસાદના વિરામને કારણે ડાંગર, મકાઈ, કપાસ, અડદ અને સોયાબીન જેવા મુખ્ય ખરીફ પાકો સુકાઈ ગયા છે, જેના લીધે ખેડૂતોને વ્યાપક આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઈને ભારતીય કિસાન સંઘ દ્વારા ગોધર તાલુકાને તાત્કાલિક અસરથી "દુષ્કાળગ્રસ્ત" જાહેર કરવાની અને ખેડૂતોને વળતર આપવાની માંગ સાથે તારીખ 7 સપ્ટેમ્બરના રોજ મામલતદારશ્રીને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું છે.પાક નિષ્ફળ જતાં જગતનો તાત દેવાના બોજ તળે દબાયો કિસાન સંઘના હોદ્દેદારો અને સ્થાનિક ખેડૂત આગેવાનો મોટી સંખ્યામાં સૂત્રોચ્ચાર સાથે કચેરીએ પહોંચ્યા હતા. આવેદનપત્રમાં રજૂઆત કરતાં જણાવવામાં આવ્યું છે કે, મોંઘા ભાવના બિયારણ, ખાતર અને મજૂરી ખર્ચ કરીને તૈયાર કરેલો પાક પાણી વિના નજર સામે બળી રહ્યો છે. જો સરકાર દ્વારા તાત્કાલિક વળતર આપવામાં નહીં આવે, તો ખેડૂતો આર્થિક રીતે સંપૂર્ણ બરબાદ થઈ જશે.કિસાન સંઘની મુખ્ય માંગણીઓ દુષ્કાળગ્રસ્ત જાહેર કરવો ગોધર તાલુકામાં વરસાદની ચોક્કસ ઘટ અને પાક નુકસાનીની ગંભીરતાને જોઈને તેને સત્તાવાર રીતે દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે. વિશેષ રાહત પેકેજ પાક નિષ્ફળ જવાની સ્થિતિમાં ખેડૂતોને થયેલા આર્થિક નુકસાન સામે તાત્કાલિક ધોરણે યોગ્ય વળતર અને વિશેષ આર્થિક પેકેજ મંજૂર કરવામાં આવે. સિંચાઈ અને વીજળીની સુવિધા સુકાઈ રહેલા બાકીના પાકને બચાવવા માટે કડાણા ડેમ માંથી ડાબા કાંઠા હાઇલેવલ કેનાલ દ્વારા સંતરામપુર, ગોધર અને લુણાવાડા તાલુકાના તળાવો ભરવા તથા સિંચાઈનું પાણી છોડવામાં આવે અને ખેતીવાડી માટે પૂરતો વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે ખેડૂતોના ચાલુ વર્ષના કૃષિ ધિરાણ તેમજ ખેતીવાડીના વીજ બિલ માફ કરવામાં આવે તેવી ઉગ્ર માંગણી કરવામાં આવી છે આવેદનપત્ર સ્વીકારીને મામલતદારશ્રી દ્વારા આ રજૂઆતને ઉચ્ચ કક્ષાએ સરકાર સુધી પહોંચાડવાની ખાતરી આપવામાં આવી હતી. કિસાન સંઘે ચેતવણી આપી છે કે, જો આગામી દિવસોમાં સરકાર દ્વારા વહેલી તકે પાક નુકસાનીનો સર્વે કરાવીને ખેડૂતોના હિતમાં યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે, તો આગામી સમયમાં સમગ્ર પંથકના ખેડૂતોને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે. આ પ્રસંગે કિસાન સંઘના પ્રમુખ, મંત્રી સહિત તાલુકાના અનેક અગ્રણી ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App