🔥 TRENDING खानपुर पुलिस ने देशी कट्टा और कारतूस क... स्वदेशी वस्तुओं के उपयोग से आत्मनिर्भर... Taylor Swift Wins Top Honors at VMAs 2... Actor Adam Brody Calls for ‘Free Pales... Taylor Swift Wins Video of the Year at... वेस्टइंडीज के खिलाफ शतक जड़ने वाले दो...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ભાવનગર-સોમનાથ હાઇવે પર કાર પલટી, ચાર વ્યક્તિ ઇજાગ્રસ્ત

ભાવનગર-સોમનાથ હાઇવે પર કાર પલટી, ચાર વ્યક્તિ ઇજાગ્રસ્ત

✍️ Reporter: yogeshkumar v kanabar 🗓 07 Sep 2026, 01:14 AM 👁 45
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અકસ્મતમાં એક વ્યક્તિને ગંભીર ઇજા, વધુ સારવાર માટે ભાવનગર ખસેડાયો

બ્રેકિંગ

🚨 ભાવનગર-સોમનાથ હાઇવે પર કાર પલટી, ચાર વ્યક્તિ ઇજાગ્રસ્ત

અકસ્મતમાં એક વ્યક્તિને ગંભીર ઇજા, વધુ સારવાર માટે ભાવનગર ખસેડાયો

રાજુલા: ભાવનગર-સોમનાથ હાઇવે પર આજે એક ગંભીર અકસ્માત સર્જાતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. સોમનાથથી ભાવનગર તરફ જઈ રહેલી ફોર-વ્હીલ કાર અચાનક પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો.

અકસ્મતમાં કારમાં સવાર ચાર વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. અકસ્માતની જાણ થતાં પોલીસ, 108 એમ્બ્યુલન્સ તેમજ હાઇવેની એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે રાજુલા ખસેડવામાં આવ્યા હતા.

અકસ્મતમાં ઇજાગ્રસ્તોમાં એક વ્યક્તિને ગંભીર ઇજા થતાં વધુ સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ અકસ્માતમાં ઇજાગ્રસ્ત ચારેય વ્યક્તિઓ ભાવનગરના હોવાનું જાણવા મળ્યું છે.

ઇજાગ્રસ્તોના નામ:

ભરતભાઈ ભોળાભાઈ, ઉંમર 30 વર્ષ

મેહુલભાઈ ગોવિંદભાઈ, ઉંમર 29 વર્ષ

દીપકભાઈ દામજીભાઈ પરમાર, ઉંમર 36 વર્ષ

ઘનશ્યામભાઈ જીવનભાઈ ગોહિલ, ઉંમર 42 વર્ષ
અકસ્મતને પગલે હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી હતી અને ટ્રાફિક જામના દૃશ્યો પણ સર્જાયા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
📲Get App