🔥 TRENDING Malaria Cases Rise 31% in Andhra Prade... EESL to Present Andhra Pradesh Energy... Andhra Pradesh Announces Promotion Pat... Indore police probe suicide of builder... जन्मदिन पर बच्चों को बांटी गई मिठाइयां... Gujarat Introduces Unified Film Shooti...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાજ્યપાલ આચાર્ય દેવરતની અણિયોડ મુલાકાતમાં સ્વચ્છતા અને વૃક્ષારોપણ અભિયાન..
Local

રાજ્યપાલ આચાર્ય દેવરતની અણિયોડ મુલાકાતમાં સ્વચ્છતા અને વૃક્ષારોપણ અભિયાન..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 07 Sep 2026, 04:02 PM 👁 63
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગુજરાતના મહામહિમ રાજ્યપાલ અચર્ય દેવરત અણિયોડ ગામમાં સ્વચ્છતા અભિયાન,વૃક્ષારોપણ અને ગ્રામજનો સાથે આત્મીય સંવાદમાં ભાગ લીધા..

સાબરકાંઠા જિલ્લામાં-:
તલોદ તાલુકાના અણિયોડ ગામમાં રાજ્યપાલ આચાર્ય દેવરતજી ની બે દિવસીય મુલાકાત દરમિયાન વિવિધ સેવાકીય અને લોકસંપર્ક કાર્યક્રમોમાં ભાગ લેવાનો સન્માન પ્રાપ્ત થયો..

ગામના મુખ્ય ચોક ખાતે રાજ્યપાલ સ્વચ્છતા અભિયાનમાં સક્રિય રીતે જોડાયા,સ્વચ્છતાને જનઆંદોલન બનાવવા પ્રેરણાદાયી સંદેશ આપ્યો અને સફાઈ કર્મીઓના ઉત્કૃષ્ટ યોગદાનને સન્માનિત કર્યું.

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘એક પેડ માં કે નામ’ અભિયાન હેઠળ રાજ્યપાલ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું,જેના દ્વારા પર્યાવરણ સંરક્ષણનો મહત્વપૂર્ણ સંદેશ પ્રસારિત થયો; આશરે ૩૦૦ ગામવાસીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.

રાત્રે અણિયોડ પ્રાથમિક શાળામાં યોજાયેલ રાત્રિ સભામાં રાજ્યપાલએ ગ્રામજનો સાથે આત્મીય લોકસંવાદ સાધી ગ્રામ્ય વિકાસ, કૃષિ, શિક્ષણ, સંસ્કાર અને વ્યસનમુક્તિ જેવા મુદ્દાઓ પર માર્ગદર્શન આપ્યું, તેમજ માતા-પિતાને બાળકો, ખાસ કરીને દીકરીઓને શિક્ષિત, સંસ્કારી અને સ્વાવલંબી બનાવવા વિનંતી કરી.

સાદગી,સેવા અને સંસ્કારનો પ્રેરણાદાયી સંદેશ આપતા રાજ્યપાલની અણિયોડ મુલાકાત ગામજનો માટે નિશ્ચિતપણે પ્રેરણાસ્રોત બની.
📲Get App