🔥 TRENDING बैंकों की 3 दिवसीय हड़ताल टली: 5-दिवसी... પીરછલ્લા બાળ ગણેશ મહોત્સવ Parineeti Chopra slams industry bias a... Thai Sprinter Boonson Wins Sprint Doub... Mohammad Kaif says youth can learn fit... India Ascends as Global News Hub, Says...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ઉર્જા રાજ્યમંત્રીએ અમરેલીના લાલાવદરમાં ૬૬ કિ.વીએ સબસ્ટેશન અને સુવિધા પથનું ભૂમિપૂજન
Local

ઉર્જા રાજ્યમંત્રીએ અમરેલીના લાલાવદરમાં ૬૬ કિ.વીએ સબસ્ટેશન અને સુવિધા પથનું ભૂમિપૂજન

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 07 Sep 2026, 09:02 PM 👁 35
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ઉર્જા રાજ્યમંત્રીએ લાલાવદરમાં રૂ. ૧૨ કરોડથી વધુ ખર્ચે ૬૬ કિ.વીએ સબસ્ટેશન અને રૂ. ૮૦ લાખ ખર્ચે સુવિધા પથનું ભૂમિપૂજન કર્યું, જે ૬ ગામોના આશરે ૨૫૦૦ વીજગ્રાહકોને લાભ આપશે.

ઉર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાએ અમરેલી તાલુકાના લાલાવદર ખાતે રૂ. ૧૨ કરોડથી વધુ ખર્ચે નિર્માણ થનાર ૬૬ કિ.વીએ સબસ્ટેશન અને રૂ. ૮૦ લાખના ખર્ચે બનેલા 'સુવિધા પથ'નું ભૂમિપૂજન કર્યું.

મંત્રીએ જણાવ્યું કે, આ નવું ૬૬ કિ.વીએ સબસ્ટેશન કાર્યરત થતાં લાલાવદર, સળડી, ગોઠાવદર, દુધાળા (ભાઈ) અને કેરીયા-નાગસ સહિત ૬ ગામોના આશરે ૨૫૦૦ વીજગ્રાહકોને ગુણવત્તાસભર અને સાતત્યપૂર્ણ વીજ પુરવઠો મળશે, જેના કારણે લો-વોલ્ટેજની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે અને હયાત સબસ્ટેશનો પરનો ભાર ઘટશે.

વધુમાં મંત્રીશ્રીએ લાલાવદરના વિકાસની વાત કરતાં જણાવ્યું કે, છેલ્લા સાડા ત્રણ વર્ષમાં લાલાવદર ગામને રૂ. ૧૦૦ કરોડથી વધુના વિકાસ કામોની ભેટ મળી છે. અહીં રાજ્યકક્ષાનું આધુનિક રમત-ગમત સંકુલ તૈયાર કરવામાં આવ્યું છે, તેમજ ખેલાડીઓ માટે રૂ. ૨૫ કરોડના ખર્ચે ૨૦૦ લોકોની ક્ષમતા ધરાવતી હોસ્ટેલ પણ મંજૂર કરવામાં આવી છે. શાળા, પંચાયત ભવન અને રસ્તાઓના કામો પણ પૂર્ણ કરવામાં આવ્યા છે.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્ય આશિષભાઈ અદ્રેસરી, અગ્રણીઓ મનસુખભાઈ ગોંડલિયા, ચેતનભાઈ ધાનાણી, નિકુલભાઈ માંડણકા, મધુભાઈ હરણશી, કાળુભાઈ વાળા, નાથાલાલ સુખડીયા, જેઠા તેમજ PGVCL અને GETCO ના અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App