🔥 TRENDING Road Agency and Contractor Penalised O... Bus Collides with Truck on EPE, Driver... Road Crash in Rajasthan Claims Two Liv... Woman Stages Burglary to Stop Husband... Crime Branch Recovers Rs 5 Lakh Stolen... City Rebrands from "Crime Capital" to...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
શોભનાબેન બારૈયા સહભાગી, નલીનકાંત ગાંધી ટાઉનહોલમાં શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ.
Education

શોભનાબેન બારૈયા સહભાગી, નલીનકાંત ગાંધી ટાઉનહોલમાં શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ.

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 06 Sep 2026, 01:04 AM 👁 95
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગઇકાલે હિંમતનગરના નલીનકાંત ગાંધી ટાઉનહોલમાં આયોજિત શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહમાં સભાસદ શોભનાબેન બારૈયા અને વિવિધ અધિકારીઓએ શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કર્યા.

ગઇકાલે હિંમતનગરના નલીનકાંત ગાંધી ટાઉનહોલમાં ત્રિવાર્ષિક તાલુકા અને જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ યોજાયો, જેમાં સભાસદ શોભનાબેન બારૈયા સહભાગી બની, સમાજના ઘડવૈયા એવા શ્રેષ્ઠ શિક્ષકોને સન્માન કરવાનો અવસર પ્રાપ્ત થયો.

સમારોહમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રીનાબેન પટેલ, જિલ્લા મહામંત્રી શ્રી બીપીનભાઈ ઓઝા, નગરપાલિકા પ્રમુખ શ્રી અરુણાબેન કડિયા, શિક્ષણ સમિતિ ચેરમેન શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, ડાયટ પ્રચાર્ય શ્રી મદનસિંહ ચૌહાણ, શ્રી અશ્વિનભાઈ પટેલ, શહેર મહામંત્રી શ્રી પ્રકાશભાઈ વૈધ, ડી.પી.ઓ. શ્રી કેયુરભાઈ ઉપાધ્યાય, E.I. શ્રી, ADEI શ્રી, આચાર્યશ્રીઓ, શિક્ષકશ્રીઓ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા.

સમારોહમાં ઉપસ્થિત તમામ મહેમાનો અને વિદ્યાર્થીઓએ શિક્ષકોને 'શિક્ષક દિવસ'ની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી, જ્ઞાન અને સંસ્કારના દીપક તરીકે તેમની નિ:સ્વાર્થ સેવા, તપસ્યા અને માર્ગદર્શનને સન્માનિત કર્યું.

આ પ્રસંગે ઉપસ્થિત તમામ ગુરુજનોને સમાજના દરેક ખૂણે જ્ઞાન અને સંસ્કારનો પ્રકાશ ફેલાવવાની તેમની અડગ પ્રતિબદ્ધતા માટે આભાર વ્યક્ત કરવામાં આવ્યો અને ભવિષ્યની પેઢીને માર્ગદર્શન આપતા રહેવાની પ્રેરણા આપવામાં આવી.
📲Get App