🔥 TRENDING નબીપુર નજીક તલવારની અણીએ લૂંટના પ્રયાસ... Trump Suggests Pre-Midterm Strikes on... शहीद कुंदन का अस्थि कलश तिरंगे में लिप... Vikram Misri Discusses Russia and Iran... India Must Navigate Diplomatic Tightro... Political Clash Escalates as Calls Gro...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરેન્દ્રનગરમાં મહિલા ડોક્ટર સાથે હાથ જોવાની લાલચે ઠગાઈ કરનાર બે પરપ્રાંતીય શખસો હિંમતનગરમાંથી ઝડપાયા
Crime

સુરેન્દ્રનગરમાં મહિલા ડોક્ટર સાથે હાથ જોવાની લાલચે ઠગાઈ કરનાર બે પરપ્રાંતીય શખસો હિંમતનગરમાંથી ઝડપાયા

✍️ Reporter: Zala axaratirthsinh 🗓 06 Sep 2026, 09:42 AM 👁 51
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરેન્દ્રનગરની અનંતા હોસ્પિટલમાં મહિલા તબીબને હાથ જોવાના બહાને વાતોમાં ભોળવી રૂ. ૧૩,૦૦૦ પડાવી લેનાર બે પરપ્રાંતીય ઈસમોને હિંમતનગર બી ડિવિઝન પોલીસે હોટલ ચેકિંગ દરમિયાન ઝડપી પાડી રકમ પરત મેળવી છે.

સુરેન્દ્રનગર શહેરમાં એક મહિલા તબીબને વિશ્વાસમાં લઈ હાથ જોવાના બહાને રૂપિયા પડાવી લેવાની ઠગાઈ આચરનાર બે પરપ્રાંતીય શખસોને હિંમતનગર બી ડિવિઝન પોલીસની સર્વેલન્સ સ્કોડ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે આ શખસો પાસેથી ઠગાઈના પૂરેપૂરા રૂ. ૧૩,૦૦૦ પણ પરત મેળવવામાં સફળતા મેળવી છે.

ગાંધીનગર વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહીલના માર્ગદર્શન હેઠળ તેમજ હિંમતનગર વિભાગીય પોલીસ અધિકારી એ.કે. પટેલની સૂચના અનુસાર મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા માટે પોલીસ ઈન્સ્પેક્ટર ડી.એન. વસાવા તથા સર્વેલન્સ સ્કોડના ઈન્ચાર્જ એ.પી. માળી અને તેમની ટીમ સતત બાતમી મેળવવાની કામગીરી કરી રહી હતી.

આ દરમિયાન તારીખ ૧૩ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ પોલીસ ટીમ વિસ્તારમાં કોમ્બિંગ નાઈટ રાઉન્ડ પર હતી. હોટલ ચેકિંગની કામગીરી દરમિયાન પોલીસને બે પરપ્રાંતીય ઈસમો શંકાસ્પદ જણાતાં તેમની અટકાયત કરી સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.

પોલીસ પૂછપરછમાં ખુલાસો થયો હતો કે આ બંને શખસોએ સુરેન્દ્રનગરના ઉપાસના સર્કલ પાસે આવેલા રોકુલ કોમ્પ્લેક્સમાં સ્થિત અનંતા હોસ્પિટલમાં એક મહિલા તબીબનો સંપર્ક કર્યો હતો. ત્યાં હાથ જોવાના બહાને મહિલા તબીબને વાતોમાં પરોવી તેમનું ભાન હરી લીધું હતું અને પર્સમાં રાખેલી રૂ. ૫૦૦ની દરની કુલ ૨૬ નોટો (કુલ રૂ. ૧૩,૦૦૦) પડાવી લીધી હતી. હિંમતનગર પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.
📲Get App