🔥 TRENDING Sanjay Gupta Questions Smoking in Film... Nor'easter Hits US Northeast, Floods H... October 2026: Rare Planetary Conjuncti... Singh Ji: Life Dedicated to Humanity,... Trump Offers US Weapon Sales to China’... Nationwide Bank Strike Postponed After...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
શાહપુરના મેળામાં જૂની અદાવતને લઈ બે પક્ષ વચ્ચે તકરારબંને પક્ષના લોકો ઈજાગ્રસ્ત, નળસરવર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

શાહપુરના મેળામાં જૂની અદાવતને લઈ બે પક્ષ વચ્ચે તકરારબંને પક્ષના લોકો ઈજાગ્રસ્ત, નળસરવર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

✍️ Reporter: Gilani Asikali 🗓 06 Sep 2026, 02:38 PM 👁 121
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારમાં આવેલા શાહપુર તથા નાની કઠેચી તરફ જવાના રોડ પર ભગાબાપા અને નોંધા બાપાના મેળામાં ગત રોજ જૂની અદાવતને લઈને બે પક્ષ વચ્ચે તકરાર સર્જાઈ હતી. આ તકરારમાં બંને પક્ષના અનેક લોકોને ઈજાઓ પહોંચી હોવાની માહિતી સામે આવી છે.
સમગ્ર મામલે નળસરવર પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ, ફરિયાદી પ્રહલાદભાઈ પઢાર શાહપુર ગામના મેળામાં ફરવા ગયા હતા. તે દરમિયાન આરોપીઓએ આવીને “બેનને ભગાવવામાં તું મદદ કરે છે” તેમ કહી ગાળો બોલી હતી. ત્યારબાદ ડાબા હાથની કોણીના ભાગે છરી વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી. તેમજ ડાબા હાથના બરડાના ભાગે પણ છરી વડે માર માર્યો હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત આરોપીઓએ ફરિયાદીને ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ મામલે પ્રહલાદભાઈ પઢાર તથા સંધાબેન પઢારની ફરિયાદના આધારે રાકેશભાઈ, મહેન્દ્રભાઈ પઢાર, ગોયણભાઈ પઢાર તથા અન્ય અજાણ્યા વ્યક્તિઓ, તમામ રહે. શાહપુર, સામે નળસરવર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
દરમિયાન આ જ ઘટનાને લઈને બીજી ફરિયાદ પણ નોંધાઈ છે. જેમાં મહેન્દ્રભાઈ ગોયણભાઈ પઢારે ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ શાહપુર ગામના મેળામાં હાજર હતા ત્યારે આરોપીઓએ એકસંપ થઈ જૂની અદાવતના કારણે ગાળો બોલી હતી. ગાળો બોલવાની ના પાડતા આરોપીઓ દ્વારા તેમની સાથે મારામારી કરવામાં આવી હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.
બંને ફરિયાદોને આધારે નળસરવર પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
રિપોર્ટર.
આસીક અલી ગીલાણી
વિરમગામ
📲Get App