🔥 TRENDING સુરતના ખટોદરા વિસ્તારમાં ફેક્ટરીમાં ફસ... LPU Students End 15-Hour NH-44 Blockad... Fire Ravages Tata Showroom in Hyderpor... Consumer Court Orders Insurer to Pay ₹... ધોરાજી ડેપોના સિનિયર આગેવાન અશોકસિંહ વ... Soori’s ‘Mandaadi’ records 29.6% jump...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વિરમગામ શહેરમાં જન્માષ્ટમી પર્વની પરંપરાગત ઉજવણી, મટકી ફોડ કાર્યક્રમ યોજાયો

વિરમગામ શહેરમાં જન્માષ્ટમી પર્વની પરંપરાગત ઉજવણી, મટકી ફોડ કાર્યક્રમ યોજાયો

✍️ Reporter: Gilani Asikali 🗓 06 Sep 2026, 06:17 PM 👁 60
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
શ્રાવણ વદ આઠમ એટલે જન્માષ્ટમી નિમિત્તે વિરમગામ શહેરના ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ના નજીક રહેતા વિવિધ સમાજના પરિવારો દ્વારા પરંપરાગત રીતે જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે કનૈયાની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. શોભાયાત્રા દરમિયાન નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી ના જયઘોષથી સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બન્યું હતું. પરિવારજનો દ્વારા કનૈયાનું ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ખાસ કરીને મહિલાઓ દ્વારા ગરબા પણ કરવામાં આવ્યા હતા.
કનૈયાની શોભાયાત્રા બાદ પરંપરાગત મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો. કનૈયાના બાળ સ્વરૂપે મટકી ફોડવામાં આવી હતી અને ઉપસ્થિત ભક્તોને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ધૂમધામથી જોડાયેલા કાર્યકર્તાઓ અને સેવાભાવી નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ સમાજના પરિવારજનો સહિત મોટી સંખ્યામાં લોકો દ્વારા કનૈયાનું પૂજન કરવામાં આવ્યું હતું અને દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
રિપોર્ટર.
આસીકઅલી ગીલાણી
વિરમગામ
📲Get App