🔥 TRENDING प्रजापत समाज ने गणेश चतुर्थी का पर्व ध... आजादी के बाद से अधूरी सड़क: छपरा से रा... બ્રેકિંગ બેંકોની દેશવ્યાપી હડતાળ ટળી આ... Two Arrested for Displaying Criminal’s... Analyst Criticizes Taylor Swift’s ‘Cle... Taylor Swift Shines in Black‑Silver Go...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

મહુવા પોલીસની ઝડપી કાર્યવાહી: સગીરાનો દુષ્કર્મ અને વિડીયો વાયરલ કરનાર આરોપીઓ જેલમાં

✍️ Reporter: Naqvi Mehendi Hasan 🗓 06 Sep 2026, 08:47 PM 👁 71
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મહુવા પોલીસએ સગીરાના દુષ્કર્મ અને તેના વિડીયો વાયરલ કરનાર આરોપીઓને ગણતરીના કલાકોમાં જેલમાં બંધ કરી દીધા.

મહુવા શહેરમાં 17 વર્ષ અને 6 મહિનાની સગીરાનું અપહરણ, દુષ્કર્મ અને તેના અશ્લીલ વિડીયો વાયરલ કરવાના અતિ ચકચારી ગુનામાં મહુવા પોલીસએ પ્રશંસનીય અને ત્વરિત કાર્યવાહી કરી છે.

માહિતી મુજબ, સગીરા છ મહિના પહેલા ઘરેથી બહાર નીકળી ત્યારે નિકુંજ રમેશભાઈ જોળીયાએ તેને મોટરસાયકલ પર બેસાડીને વાલ્મિકી વાસમાં રહેલા તિલક શંકરભાઈ મહીડાના ઘરે લઈ ગયો. ત્યાં અક્ષય રાજુભાઈ ગોહિલ હાજર હતો અને તેણે સગીરાને દુષ્કર્મ કર્યો. તિલક મહીડાએ ઘટનાની વિડિયો મોબાઈલમાં ઉતારી અને દસેક દિવસ પહેલાં તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો.

સગીરાની માતાએ મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, અને મહુવા DySP એમ.બી. નકુમ અને PI એચ.કે. સોલંકી ની સીધી માર્ગદર્શન હેઠળ પોલીસએ ભારતીય ન્યાય સંહિતા, POCSO અને IT Act હેઠળ ગુનો દાખલ કર્યો.

ગણતરીના કલાકોમાં જ પોલીસએ અક્ષય ગોહિલ અને તિલક મહીડાને ધરપકડ કરી જેલમાં સળિયા પાછળ રાખ્યા, જ્યારે ત્રીજા આરોપી નિકુંજ રમેશભાઈ જોળીયાની શોધખોળ તેજ કરી રહી છે.

સાયબર સેલે ચેતવણી આપી કે સગીરાની ઓળખ અથવા તેના વિડીયોનું પ્રસારણ કાયદેસર રીતે સજાપાત્ર છે, અને તમામ સંકળાયેલા તત્વો સામે સાયબર ક્રાઈમ અંતર્ગત કડક પગલાં લેવામાં આવશે. આ ત્વરિત અને પરિણામલક્ષી કામગીરીથી પ્રજાનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે.
📲Get App