🔥 TRENDING उन्नाव में मूसलाधार बारिश से जनजीवन अस... LPU Students Protest Against Administr... User Searches for 'deescalatetensions'... TribuneIndia.com Users Search for "Jij... Dr Shiny Devassy featured in Tribune I... Truck rams police SUV in Rewari, drive...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મહીસાગર જિલ્લામાં સ્ટેમ્પ ડ્યુટી ચોરી રોકવા અને પારદર્શિતા લાવવા નાયબ કલેક્ટર એચ. ટી. મકવાણાની કડક સૂચના

મહીસાગર જિલ્લામાં સ્ટેમ્પ ડ્યુટી ચોરી રોકવા અને પારદર્શિતા લાવવા નાયબ કલેક્ટર એચ. ટી. મકવાણાની કડક સૂચના

✍️ Reporter: Burhaan sibhai 🗓 06 Sep 2026, 10:26 PM 👁 40
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મહીસાગર જિલ્લામાં સરકારી મહેસૂલનું નુકસાન અટકાવવા અને નોંધણી કામગીરીને વધુ પારદર્શક બનાવવાના હેતુથી નાયબ કલેક્ટર-૧ એચ. ટી. મકવાણાની અધ્યક્ષતામાં સબ-રજિસ્ટ્રારશ્રીઓ અને ઇન્સ્પેક્ટર ઓફ રજિસ્ટ્રેશન સાથે પ્રથમ સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં લુણાવાડા, બાલાસિનોર, વિરપુર, સંતરામપુર, ખાનપુર અને કડાણા કચેરીઓની કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી.આ દરમિયાન વેચાણ લેખ, મોર્ગેજ, વિલ, પાવર ઓફ એટર્ની સહિતના તમામ દસ્તાવેજોમાં કાયદા મુજબ યોગ્ય સ્ટેમ્પ ડ્યુટી વસૂલીને જ નોંધણી કરવા અધિકારીઓને સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યા હતા.રાજ્ય સરકારની 'ઝીરો ટોલરન્સ અગેન્સ્ટ કરપ્શન'ની નીતિ પર ભાર મૂકતા નાયબ કલેક્ટરે જણાવ્યું હતું કે, સ્ટેમ્પ ડ્યુટીની ચોરી કે ઓછી વસૂલાત સામે સુઓ-મોટો કાર્યવાહી કરવામાં આવશે અને કોઈપણ પ્રકારની ગેરરીતિ સાંખી લેવાશે નહીં. અગાઉ ઓળખવામાં આવેલા ૨૪ મુદ્દાઓને આધારે નોંધણી સિવાયના ક્ષેત્રોમાં થતી ચોરી પર પણ સઘન દેખરેખ રાખવા જણાવાયું હતું. સાથોસાથ, કાયદેસર વ્યવહાર કરતા નાગરિકોને બિનજરૂરી પરેશાની ન થાય અને તટસ્થતાથી કામગીરી થાય તેવું સંતુલન જાળવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
📲Get App