🔥 ट्रेंडिंग परीनीति चोपड़ा ने OTT व टीवी कलाकारों... थाई धावक बूनसन ने दोहरी जीत हासिल की,... मोहम्मद कैफ़ ने कहा, युवाओं को विराट क... इंडिया बन गया विश्व समाचार का केंद्र,... आईएमडी ने उट्ट्राखण्ड में लाल चेतावनी... एपीसीसी का दल सुम्प साइटों पर जाँच के...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાબરકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાવાને કારણે ખેડૂતો બોર-કૂવાના સહારે પાક બચાવે છે
विदेश

સાબરકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાવાને કારણે ખેડૂતો બોર-કૂવાના સહારે પાક બચાવે છે

✍️ रिपोर्टर: Zala axaratirthsinh 🗓 05 सित. 2026, 10:50 AM 👁 221
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વરસાદની અછતથી ખેતરોમાં પાક સુકાઈ જવાની ભીતિ, ખેડૂતો બોર અને કૂવા મારફતે સિંચાઈ કરી રહ્યા છે.

સાબરકાંઠા જિલ્લામાં ચાલુ ચોમાસાની સિઝનમાં અપેક્ષા મુજબ વરસાદ ન વરસતા, ખેતી ક્ષેત્રે મોટુ સંકટ ઊભું થયું છે. વરસાદ ખેંચાવાના કારણે ખેતરોમાં ઉભો પાક સુકાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે.

હાલ ખેડૂતો પોતાના તૈયાર પાકને બચાવવા માટે બોર અને કૂવા મારફતે સિંચાઈ કરવા મજબૂર બન્યા છે. પાણીનો બગાડ અટકાવવા તેઓ સ્પ્રિંકલર, મિની સ્પ્રિંકલર અને ડ્રિપ ઇરિગેશન જેવી ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરી રહ્યા છે, પરંતુ લાંબા સમય સુધી આ રીતે સિંચાઈ કરવી આર્થિક અને વ્યવહારિક રીતે મુશ્કેલ બની રહી છે.

હડિયોલ ગામના ખેડૂતો યોગેશભાઈ પટેલ, શૈલેષભાઈ પટેલ અને વિપુલભાઈ પટેલે પોતાની વ્યથા વ્યક્ત કરી કે, ચોમાસુ પાક તો બોર-કૂવાના સહારે માંડ બચાવી શકાશે, પરંતુ ખરી ચિંતા આગામી રવિ સિઝનની છે.

રવિ સિઝનમાં ઘઉં, બટાકા અને ચણા જેવા મુખ્ય પાકો માટે વારંવાર અને પૂરતી પાણીની જરૂરિયાત રહેશે, જેના માટે પૂરતી જળસ્રોતની વ્યવસ્થા ન હોવાને કારણે ખેડૂતોને ગંભીર ચિંતા છે.
📲Get App