National
મહીસાગર જિલ્લામાં ખેડૂતો દ્વારા આવેદન પત્ર અપાયું
Watch on:
▶️ YouTube
મહીસાગર જિલ્લામાં છેલ્લા એક મહિનાથી વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતામાં સતત વધારો થયો છે. વરસાદના અભાવે ખેતીના પાક પર સંકટ ઊભું થયું છે, ત્યારે ખેડૂતોના પ્રશ્નોને લઈને ભારતીય કિસાન સંઘ મેદાને આવ્યું છે. કિસાન સંઘ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ખેડૂતોની સમસ્યાઓ અંગે તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે.વરસાદના અભાવે ખેતરોમાં ઉભા પાકને પાણીની જરૂરિયાત ઊભી થઈ છે. ખેડૂતોના હિતમાં કિસાન સંઘે સરકાર અને વહીવટી તંત્ર સમક્ષ પાણીની તાત્કાલિક વ્યવસ્થા કરવાની રજૂઆત કરી છે. ખેડૂતોની ચિંતા દૂર કરવા માટે જરૂરી જળસ્રોતોમાંથી ખેતી માટે પાણી ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.