🔥 TRENDING बैंकों की 3 दिवसीय हड़ताल टली: 5-दिवसी... પીરછલ્લા બાળ ગણેશ મહોત્સવ Parineeti Chopra slams industry bias a... Thai Sprinter Boonson Wins Sprint Doub... Mohammad Kaif says youth can learn fit... India Ascends as Global News Hub, Says...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાવરકુંડલાના પૈતૃક મકાનમાં હિસ્સો ન મળતાં લીલીયાના યુવકે ઝેરી દવા ગટગટાવી, હાલત ગંભીર
Crime

સાવરકુંડલાના પૈતૃક મકાનમાં હિસ્સો ન મળતાં લીલીયાના યુવકે ઝેરી દવા ગટગટાવી, હાલત ગંભીર

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 04 Sep 2026, 11:50 AM 👁 33
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાવરકુંડલા ખાતે આવેલા પૈતૃક મકાનમાં કાયદેસર હિસ્સો આપવા ફોઈના દીકરાઓએ ઇનકાર કરતાં લીલીયાના એક યુવકે ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો છે.

લીલીયા, તા. ૦૩: સાવરકુંડલા ખાતે આવેલા પૈતૃક મકાનમાં પોતાનો કાયદેસરનો હિસ્સો આપવા ફોઈના દીકરાઓએ ઇનકાર કરતાં લીલીયા ખાતે રહેતા એક યુવકે ઝેરી ગોળીઓ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ચકચારી ઘટના સામે આવી છે.

મળતી માહિતી મુજબ, યુવકના પરિવારનું સાવરકુંડલા ખાતે જૂનું મકાન આવેલું છે, જેમાં હાલ તેના ફોઈના દીકરાઓ વસવાટ કરે છે. યુવકે મકાનમાં પોતાનો કાયદેસરનો હક-હિસ્સો માંગ્યો હતો, પરંતુ સંબંધીઓએ કોઈપણ પ્રકારનો ભાગ આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો.

આ બાબતથી યુવકને ભારે આઘાત લાગ્યો હતો અને સતત માનસિક તાણમાં રહેતા તેણે લીલીયા સ્થિત પોતાના ઘરે અનાજમાં નાખવાની ઝેરી ટીકડીઓ ખાઈ લીધી હતી. બનાવની જાણ થતાં પરિવારજનો દોડી આવ્યા હતા અને યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.

લીલીયા પોલીસ દ્વારા સમગ્ર બનાવ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
📲Get App