આમોદ: સમની ગામે ઉંદરે કાતરેલા એકસપાયરી માલ પર સેલોટેપ લગાવી વેચતો વેપારી રંગેહાથ ઝડપાયો
Watch on:
▶️ YouTube
આમોદ: સમની ગામે ઉંદરે કાતરેલા એકસપાયરી માલ પર સેલોટેપ લગાવી વેચતો વેપારી રંગેહાથ ઝડપાયો
આમોદ તાલુકાના સમની ગામે ઉંદરે કાતરેલા એક્સપાયરી માલ પર સેલોટેપ લગાવી વેચતો વેપારી રંગેહાથ ઝડપાઈ જવા પામ્યો હતો. આમોદના સમની ગામમાં આરોગ્યને જોખમમાં મુકતી એક અત્યંત ગંભીર ઘટના સામે આવી છે. ગામમાં ધમધમતી એક કરિયાણાની દુકાનમાં માત્ર થોડા રૂપિયાની નફાખોરી માટે નિર્દોષ નાગરિકો અને ખાસ કરીને નાના બાળકોના જીવન સાથે ખુલ્લેઆમ જીવલેણ રમત રમાતી રહી હોવાનો પર્દાફાશ થયો છે. મુદ્દત વીતી ચૂકેલા ખાદ્યપદાર્થો અને બિસ્કિટના પેકેટો બિનધાસ્તપણે પડચાવી રહેલા દુકાનદારને સ્થાનિક રહીશ અને પૂર્વ સરપંચ ભરતભાઈ પટેલે પુરાવા સાથે રંગેહાથ ઝડપી પાડતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
દુકાનમાં વેચાતા પેકેટોની સ્થિતિ એટલી હદે વણસેલી હતી કે ઉંદરોએ કાતરી નાખેલા ખાદ્ય સામગ્રીના પેકેટ પર દુકાનદાર સેલોટેપ ચોંટાડીને ગ્રાહકોને પધરાવવાનું કાર્ય કર્યું હતું. આશ્ચર્યની વાત તો એ છે કે આ જ વેપારીને આશરે ત્રણ મહિના અગાઉ પણ એક્સપાયરી માલ ન વેચવા બાબતે કડક શબ્દોમાં ચેતવણી અપાઈ હતી. તેમ છતાં, કાયદો અને માનવતા બંનેને નેવે મૂકીને નિર્દોષ લોકોના પેટમાં ઝેર પીરસવાનો આ કાળો કારોબાર બેરોકટોક વેપારીએ ચાલુ રાખ્યો હતો.
જ્યારે સ્થાનિકોએ આ અંગે દુકાનદારને પૂછતા કોઈ પણ પ્રકારના પસ્તાવા વગર ભલથી રહી ગયું જેવા બહાના આગળ ધરીને સમગ્ર મામલા પર ઢાંકપિછોડો કરવાનો હીન પ્રયાસ કરવામાં આવ્યો હતો. સ્થાનિક જાગૃત નાગરિકોએ સમગ્ર કૃત્યનો પર્દાફાશ કરતો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરતા જ તંત્રની ઘોર નિષ્ક્રિયતા સામે પણ સવાલો ઊભા થયા છે. ગ્રામજનોમાં ભભૂકી ઊઠેલા પ્રચંડ રોષ વચ્ચે હવે એક જ સૂર સંભળાઈ રહ્યો છે કે ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ વિભાગ તેમજ સ્થાનિક વહીવટી તંત્ર તાબડતોબ કુંભકર્ણની નિંદ્રામાંથી જાગે અને લોકોના સ્વાસ્થ્ય સાથે રમત રમતી આ દુકાનને તાત્કાલિક ધોરણે સીલ મારી, સંચાલક સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં તેવી માંગ ગ્રામજનોમાંથી ઊઠી છે.
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ઘટના પર ઢાંકપિછોડો કરવાને બદલે દાખલા રૂપ કાર્યવાહી હાથ ધરે
નોંધનીય છે કે, થોડા દિવસો પહેલા જ પાલેજમાં ફૂડ પોઈઝનિંગને કારણે માસૂમ પૂર્વ પટેલના કમકમાટીભર્યા મોતની શાહી હજુ સુકાઈ નથી, ત્યાં ફરી એકવાર આમોદના સમની ગામે એક્સપાયરી ડેટ અને ઉંદરે કાતરેલા માલનું ખુલ્લેઆમ વેચાણનો મામલો સામે આવતા સમગ્ર પંથકમાં પ્રચંડ જનઆક્રોશ ફાટી નીકળ્યો છે. એક તરફ ભૂતકાળની જીવલેણ ઘટનાઓ બાદ પણ તંત્રની કાર્યવાહી માત્ર કાગળ પર ઘોડા દોડાવવા સમાન સાબિત થઈ રહી છે, ત્યારે બીજી તરફ નફાખોર વેપારીઓ કોઈ પણ ખૌફ વગર નિર્દોષ લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરી રહ્યા છે. ત્યારે ગંભીર અને શરમજનક સ્થિતિને જોતા હવે સમની ગામ સહિત સમગ્ર પંથકના જાગૃત નાગરિકોમાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો છે. લોકો એકસૂરે સ્પષ્ટ માંગ કરી રહ્યા છે કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તેમજ ઉચ્ચ વહીવટી તંત્ર તાત્કાલિક ધોરણે આ સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક અને નિષ્પક્ષ તપાસ હાથ ધરે. માત્ર નોટિસો આપીને ઢાંકપિછોડો કરવાને બદલે, લોકોના સ્વાસ્થ્ય સાથે જીવલેણ રમત રમતા આ બેજવાબદાર દુકાનદાર સામે ફોજદારી ગુનો નોંધી, દુકાન સીલ કરી કડકમાં કડક દાખલારૂપ કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ બુલંદ બની છે.