🔥 TRENDING प्रजापत समाज ने गणेश चतुर्थी का पर्व ध... आजादी के बाद से अधूरी सड़क: छपरा से रा... બ્રેકિંગ બેંકોની દેશવ્યાપી હડતાળ ટળી આ... Two Arrested for Displaying Criminal’s... Analyst Criticizes Taylor Swift’s ‘Cle... Taylor Swift Shines in Black‑Silver Go...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાજુલા શહેરમાં વિરાટ કૃષ્ણ ભગવાનની શોભાયાત્રા યોજાઈ

રાજુલા શહેરમાં વિરાટ કૃષ્ણ ભગવાનની શોભાયાત્રા યોજાઈ

✍️ Reporter: Anil Vaghela 🗓 04 Sep 2026, 09:26 PM 👁 98
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજુલા શહેરમાં વિરાટ કૃષ્ણ ભગવાનની શોભાયાત્રા યોજાઈ

રાજુલા. તા. 04/9/2026

રાજુલા શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન શ્રીકૃષ્ણની વિરાટ શોભાયાત્રા મુખ્ય માર્ગો પર નીકળી હતી. આ શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં ધર્મપ્રેમી જનતા જોડાઈ હતી.

શહેરના મુખ્ય માર્ગો પર વિવિધ વેશભૂષા સાથે બાળકો, યુવાનો જોડાયા હતા. માર્ગ પર શરબત, ચા, ફરાળ, કોલ્ડ્રીંક્સ, આઈસ્ક્રીમનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ વિરાટ શોભાયાત્રામાં વિશ્વ હિન્દુ પરિષદ, રુદ્ર ગણ, રાધે કૃષ્ણ ગ્રુપ સહિત જુદા-જુદા સામાજિક, ધાર્મિક ગ્રુપો જોડાયા હતા.

આ શોભાયાત્રામાં રાજુલા-જાફરાબાદના લોકલાડીલા ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીએ ખાસ હાજરી આપી હતી.

સમગ્ર શોભાયાત્રા દરમિયાન રાજુલા પોલીસે શરૂઆતથી અંત સુધી ખડે પગે રહીને શાનદાર સેવા આપી હતી. પી.આઈ.શ્રી સહિત સમગ્ર પોલીસ સ્ટાફને શહેરની જનતાએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવી આભાર માન્યો હતો.

રાજુલા શહેરની ધર્મપ્રેમી જનતાએ *"નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલ કી"* ના નાદ સાથે ગોપાલ કૃષ્ણ, રાધે કૃષ્ણના જયઘોષ કર્યા હતા. શહેરમાં 19 સ્થળોએ મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો.
વિશ્વ હિન્દુ પરિષદ, યુવરાજ ભાઈ ચાદુ, આર.એસ.એ, રુદ્ર ગણ ગ્રુપ, રાધે કૃષ્ણ ગ્રુપ,, સ્વામિનારાયણ મંદિરેથી, હઠીલા હનુમાનજી મંદિર ગ્રૂપ

દેવશીભાઈ બીજલભાઈ બાંભણિયા, રાજુલા.
📲Get App