🔥 ट्रेंडिंग त्रिपुरा के जनजातीय क्षेत्रों में दस स... क्रिकइन्फो ने आगामी क्रिकेट फ़िक्स्चर... हिमाचल प्रदेश के राज्यपाल ने नशा मुक्त... हिमाचल प्रदेश की साक्षरता दर 99.3% तक... અડાલજ કેનાલ પર ગાડીની બેદરકારી, પાછળની... पंजाब कांग्रेस ने सीईसी ज्ञानेश कुमार...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાજુલા નજીક લુણસાપુર દાદા મંદિરે નાગપાંચમનો અનેરો મેળો અને અલૌકિક પરંપરા

રાજુલા નજીક લુણસાપુર દાદા મંદિરે નાગપાંચમનો અનેરો મેળો અને અલૌકિક પરંપરા

✍️ रिपोर्टर: Anil Vaghela 🗓 04 सित. 2026, 09:30 PM 👁 32
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજુલા નજીક લુણસાપુર દાદા મંદિરે નાગપાંચમનો અનેરો મેળો અને અલૌકિક પરંપરા

રાજુલા તા 01/09/2026

રાજુલા શહેરથી માત્ર 13 કિલોમીટર દૂર આવેલું પૌરાણિક અને શ્રદ્ધાનું કેન્દ્ર એટલે લુણસાપુર દાદાનું મંદિર.

દર વર્ષે નાગપાંચમના દિવસે અહીં ભવ્ય મેળો ભરાય છે. આ મંદિરની વિશેષતા એ છે કે મંદિરની બાજુમાં જ તળાવ આવેલું છે અને નાગપાંચમના દિવસે સાક્ષાત નાગદાદા તળાવમાં દર્શન દે છે, તેવી ભક્તોમાં અતૂટ શ્રદ્ધા છે.

લુણસાપુર દાદાના મંદિરે વર્ષોથી એક અનોખી પરંપરા* ચાલી આવે છે. નાગપાંચમના દિવસે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો *વહેલી સવારથી પગપાળા ચાલીને દાદાના દર્શને જાય છે.

રસ્તામાં ઠેર ઠેર ગામના લોકો અને સેવાભાવી યુવાનો દ્વારા ચા પાણી અને નાસ્તાનું સુંદર આયોજન કરવામાં આવે છે. ભક્તોને ભાવથી નાસ્તો કરાવે છે, ચા-પાણી પીવડાવે છે. આ અનેરો ઉત્સવ અને અનોખી સેવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે.

મંદિરનો ઇતિહાસ પણ ખૂબ જ પ્રાચીન છે. મંદિરે આવતા દરેક ભક્તજનોને અહીં ભોજન પ્રસાદ પણ કરાવવામાં આવે છે.

મંદિરની બાજુમાં જ મીઠા પાણીનું વિશાળ તળાવ. આવેલું છે, જ્યાં કુદરતી સૌંદર્ય જોવા મળે છે. શ્રદ્ધા અને પ્રકૃતિનો અદ્ભુત સંગમ અહીં જોવા મળે છે.

તો એક દિવસ જરૂર લુણસાપુર દાદાના દર્શને જાઓ અને ધન્ય બનો.

સ્થળ: લુણસાપુર દાદાનું મંદિર, રાજુલાથી 13 કિ.મી.*
📲Get App