🔥 TRENDING धरुवार टोल प्लाजा पर हाईवे यातायात पुल... Shubman Gill and Virat Kohli each hit... India Clinches 8‑Wicket Victory Over W... Raghubir Yadav Says ‘Panchayat’ Film M... Parineeti Chopra Opens Up About Mom Gu... Sushant Singh Rajput's Sister Claims S...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાજુલામાં શ્રીકૃષ્ણ જન્મોત્સવ રથયાત્રા બાદ સ્વચ્છતા અને સેવા ભાવનાની સુંદર પહેલ

રાજુલામાં શ્રીકૃષ્ણ જન્મોત્સવ રથયાત્રા બાદ સ્વચ્છતા અને સેવા ભાવનાની સુંદર પહેલ

✍️ Reporter: Anil Vaghela 🗓 04 Sep 2026, 04:44 PM 👁 135
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજુલામાં શ્રીકૃષ્ણ જન્મોત્સવ રથયાત્રા બાદ સ્વચ્છતા અને સેવા ભાવનાની સુંદર પહેલ

રાજુલા તા 04/09/2026

ભગવાન શ્રીકૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે આજે રાજુલા શહેરમાં ભારતીય જનતા પાર્ટી તથા ધાર્મિક-સામાજિક આગેવાનો અને કાર્યકરોના સહયોગથી ભવ્ય રથયાત્રા અને શોભાયાત્રા યોજાઈ હતી.

રથયાત્રા પૂર્ણ થયા બાદ સેવા, સ્વચ્છતા અને સંસ્કારના સંકલ્પને સાકાર કરતાં રાજુલા નગરપાલિકાની સફાઈ ટીમ દ્વારા મેઈન બજાર સહિત સમગ્ર રથયાત્રાના રૂટ પર તાત્કાલિક સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

શોભાયાત્રા દરમિયાન રસ્તા પર પડેલ કચરો, પ્લાસ્ટિક અને નિર્માલ્યને સફાઈ કર્મચારીઓ દ્વારા એકત્રિત કરી ટ્રેક્ટર રીક્ષા મારફતે યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો.

ભારતીય જનતા પાર્ટીની ‘સેવા પરમો ધર્મઃ’ની ભાવના સાથે સ્વચ્છતા અને જનસેવાને પ્રાથમિકતા આપવાનું આ સુંદર ઉદાહરણ છે.

ઉત્સવ પૂર્ણ થયાની ગણતરીની મિનિટોમાં જ રાજુલા શહેરને ફરી સ્વચ્છ અને સુંદર બનાવવા બદલ નગરપાલિકાની સમગ્ર સફાઈ કર્મચારી ટીમ તથા સુપરવાઈઝર ટીમને હૃદયપૂર્વક અભિનંદન અને શુભેચ્છાઓ.

આપણે સૌ સાથે મળીને સ્વચ્છ, સુંદર અને વિકસિત રાજુલાના નિર્માણ માટે સતત કાર્યરત રહીએ...

જય શ્રીકૃષ્ણ
ભારત માતા કી જય


ઘનશ્યામભાઈ વાઘ
ઉપપ્રમુખ – નગરપાલિકા, રાજુલા.
📲Get App