🔥 TRENDING પોરબંદરથી મળેલી દીકરી શિવાની... તેના મ... ઉના શહેરમાં એક અજાણ્યાશક્શની લાશ મળી અકસ્માતગ્રસ્તો માટે કચ્છ કલેક્ટરની માન... Gujarati Film 'Amba' Launches First De... Gujarat High Court bars DNA report in... Gujarati ABP Live Provides Real‑Time N...
29 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
નાની દમણમાં યોજાયેલા રોજગાર મેળાની ભાજપ અગ્રણીઓએ મુલાકાત લીધી

નાની દમણમાં યોજાયેલા રોજગાર મેળાની ભાજપ અગ્રણીઓએ મુલાકાત લીધી

✍️ Reporter: Kunjankumar Modi 🗓 03 Sep 2026, 02:17 PM 👁 53
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રોજગાર મેળામાં યુવાનો માટે તકનો ખજાનો, ભાજપ અધ્યક્ષ સહિત આગેવાનોની મુલાકાત

દમણ: સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા નાની દમણ સ્થિત કોળી પટેલ સમાજ હોલ ખાતે આયોજિત ‘રોજગાર મેળા’ની ભારતીય જનતા પાર્ટી દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશના અધ્યક્ષ શ્રી મહેશભાઈ અગરીયા, પ્રદેશ મહામંત્રી શ્રી જિગ્નેશભાઈ પટેલ તથા દમણ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભરતભાઈ પટેલે મુલાકાત લીધી હતી.
મુલાકાત દરમિયાન ભાજપ અગ્રણીઓએ રોજગાર મેળામાં ઉભા કરવામાં આવેલા વિવિધ સ્ટોલની મુલાકાત લઈ યુવાનો માટે ઉપલબ્ધ રોજગારની તકો, વિવિધ ક્ષેત્રોમાં કારકિર્દીની સંભાવનાઓ તથા ભરતી પ્રક્રિયા અંગે માહિતી મેળવી હતી. તેમજ આયોજકો સાથે ચર્ચા કરી રોજગાર મેળા અંગેની કામગીરીની વિગતો જાણી હતી.
આ પ્રસંગે ભાજપ અગ્રણીઓએ જણાવ્યું હતું કે, યુવાનોને તેમની લાયકાત અને કૌશલ્ય અનુસાર રોજગારની વધુમાં વધુ તકો મળી રહે તે માટે આવા રોજગાર મેળા મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યા છે. સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા યુવાનોના રોજગાર અને કારકિર્દી વિકાસ માટે કરવામાં આવી રહેલા પ્રયાસોની તેમણે પ્રશંસા કરી હતી.
📲Get App