🔥 TRENDING Kohli, Gill guide India to victory in... Congress May Face SP in First Uttar Pr... Virat Kohli Achieves Another Remarkabl... Virat Kohli contributes with bat as In... Indian cricket team kicks off Asian Ga... Jitendra Says Nanomedicine Will Drive...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મઢુત્રા ગામે શીતળા સાતમ નિમિત્તે ભક્તોની ભીડ, ભવ્ય મેળાનું આયોજન
સાંતલપુર તાલુકાના મઢુત્રા ગામે આજે શ્રાવણ માસની સાતમના પવિત્ર દિવસે શીતળા માતાજીના દર્શન માટે ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા.

મઢુત્રા ગામે શીતળા સાતમ નિમિત્તે ભક્તોની ભીડ, ભવ્ય મેળાનું આયોજન સાંતલપુર તાલુકાના મઢુત્રા ગામે આજે શ્રાવણ માસની સાતમના પવિત્ર દિવસે શીતળા માતાજીના દર્શન માટે ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા.

✍️ Reporter: મેહુલ સિંહ જાડેજા 🗓 03 Sep 2026, 04:00 PM 👁 47
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મઢુત્રા ગામે શીતળા સાતમ નિમિત્તે ભક્તોની ભીડ, ભવ્ય મેળાનું આયોજન
સાંતલપુર તાલુકાના મઢુત્રા ગામે આજે શ્રાવણ માસની સાતમના પવિત્ર દિવસે શીતળા માતાજીના દર્શન માટે ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા.
શીતળા માતાજી પ્રત્યે ભક્તોમાં વર્ષોથી ઊંડી આસ્થા જોવા મળે છે. સ્થાનિક માન્યતા મુજબ માતાજીને આંખો ચડાવવાથી આંખોની તકલીફ દૂર થાય છે અને માતાજીના દર્શન-પૂજનથી મનોકામનાઓ પૂર્ણ થાય છે તેવી શ્રદ્ધા છે. નાના બાળકોના સુખાકારી અને સારા સ્વાસ્થ્ય માટે પણ પરિવારજનો માતાજીના દર્શન કરવા પહોંચ્યા હતા.
શીતળા સાતમ નિમિત્તે ભવ્ય મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મેળામાં બાળકો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો અને આસપાસના વિસ્તારના લોકો જોડાયા હતા.
મેળામાં કોઈ મોટી જાનહાનિ કે અણબનાવની ઘટના ન બને તે માટે ગામના સ્વયંસેવકોએ ખાસ કાળજી રાખી હતી. ભીડમાં વ્યવસ્થા જાળવવા તેમજ લોકોને જરૂરિયાત મુજબ માર્ગદર્શન આપવા સ્વયંસેવકો સતત કાર્યરત રહ્યા હતા.
શ્રદ્ધા, પરંપરા અને મેળાની રોનક વચ્ચે મઢુત્રા ગામે શીતળા માતાજીના પવિત્ર પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી.
📲Get App