🔥 TRENDING નબીપુર નજીક તલવારની અણીએ લૂંટના પ્રયાસ... Trump Suggests Pre-Midterm Strikes on... शहीद कुंदन का अस्थि कलश तिरंगे में लिप... Vikram Misri Discusses Russia and Iran... India Must Navigate Diplomatic Tightro... Political Clash Escalates as Calls Gro...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વિરમગામ ઓર્થોપેડિક હોસ્પિટલની બાજુમાં ડીપીમાં જોરદાર આગ

વિરમગામ ઓર્થોપેડિક હોસ્પિટલની બાજુમાં ડીપીમાં જોરદાર આગ

✍️ Reporter: Gilani Asikali 🗓 02 Sep 2026, 07:48 PM 👁 111
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિરમગામ શહેરમાં ઓર્થોપેડિક હોસ્પિટલની બાજુમાં આવેલી ડીપી (ડિસ્ટ્રિબ્યુશન ટ્રાન્સફોર્મર)માં અચાનક જોરદાર આગ લાગતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ડીપીમાંથી આગની જ્વાળાઓ સાથે ધુમાડાના ગોટેગોટા નીકળતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં સંબંધિત વીજ વિભાગના કર્મચારીઓ તથા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.
આગ કયા કારણોસર લાગી અને ઘટનામાં કેટલું નુકસાન થયું તે અંગેની વિગતો તપાસ બાદ સામે આવશે. સદનસીબે આગને કારણે કોઈ જાનહાનિ થઈ હોવાનું હાલ સામે આવ્યું નથી.
રિપોર્ટર:
આસીક અલી ગીલાણી, વિરમગામ
📲Get App