🔥 TRENDING Ponda’s 15‑year‑old municipal complex... Road safety concerns persist in Porvor... * *आपसी सहमति से जमीन का बंटवारा, वर्... Heritage Rulebook Unveiled for Old Goa... Church Holds Celebration, Reports Sang... 10‑Day Cleanliness Drive Begins at Man...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વિરમગામમાં જન્માષ્ટમીના મનોરંજન મેળાને મંજૂરી અપાઈ છે કેમ...?

વિરમગામમાં જન્માષ્ટમીના મનોરંજન મેળાને મંજૂરી અપાઈ છે કેમ...?

✍️ Reporter: Gilani Asikali 🗓 02 Sep 2026, 05:22 PM 👁 133
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
જનતાની સુરક્ષા અને નિયમોને લઈને અનેક સવાલો
વિરમગામ શહેરમાં જન્માષ્ટમી નિમિત્તે મનોરંજન મેળાનું આયોજન કરવામાં આવનાર હોવાની માહિતી સામે આવી છે. ત્યારે આ મેળાને વહીવટી તંત્ર દ્વારા સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે કે કેમ તે અંગે ચર્ચા ચાલી રહી છે.
મેળાને મંજૂરી આપવામાં આવી હોય તો જનતાની સુરક્ષા અને વ્યવસ્થાને લગતા કેટલાક મહત્વપૂર્ણ પ્રશ્નોના જવાબ જાહેર કરવા જરૂરી છે.
મનોરંજન કર વસૂલવામાં આવે છે કે કેમ?
મેળામાં લગાવવામાં આવેલી નાની-મોટી રાઈડ્સ કયા નિયમો અને શરતોને આધીન મંજૂર કરવામાં આવી છે?
રાઈડ્સની ટેક્નિકલ તપાસ અને સુરક્ષા તપાસ કરવામાં આવી છે કે કેમ?
મેળામાં આવનારી જનતાની સુરક્ષા માટે શું ગાઈડલાઈન અને વ્યવસ્થા કરવામાં આવી છે?
મનોરંજન કર અંગેની માહિતી દર્શાવતું બોર્ડ જાહેર સ્થળે લગાવવામાં આવ્યું છે કે કેમ?
વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવેલી મંજૂરીની નકલ જાહેર જનતાના ધ્યાને આવે તે રીતે જાહેર કરવામાં આવી છે કે કેમ?
તાજેતરમાં અન્ય શહેરોમાં મેળાની રાઈડ્સની સુરક્ષાને લઈને કડક ગાઈડલાઈન અને તપાસની કાર્યવાહી સામે આવી છે. ત્યારે વિરમગામમાં પણ રાઈડ્સની સુરક્ષા, ટેક્નિકલ ચકાસણી તેમજ જરૂરી પરવાનગીઓ અંગે પારદર્શિતા જાળવવી જરૂરી છે.
જનતાની સુરક્ષા સાથે જોડાયેલા આ મહત્વપૂર્ણ મુદ્દે વહીવટી તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવે અને કોઈ દુર્ઘટના બને તે પહેલાં જરૂરી તમામ સુરક્ષા પગલાં લેવામાં આવે તેવી વિરમગામની જનતાની માંગ છે.
રિપોર્ટર.
આસીકઅલી ગીલાણી વિરમગામ
📲Get App