🔥 TRENDING Haryana Power Engineers Voice Concern... Pakistan Reaches Semifinals After Play... Haryana CM Nayab Singh Saini Honors St... Mobile Message Sparks Student Anger, D... Ujjain Muslims Protest Road Widening T... धरुवार टोल प्लाजा पर हाईवे यातायात पुल...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વાવ-થરાદ જિલ્લામાં એક એવું શિવધામ આવેલું છે

વાવ-થરાદ જિલ્લામાં એક એવું શિવધામ આવેલું છે

✍️ Reporter: Lalabhai D Darji 🗓 01 Sep 2026, 12:18 PM 👁 36
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વાવ-થરાદ જિલ્લામાં એક એવું શિવધામ આવેલું છે

વાવ-થરાદ જિલ્લાના સુઈગામ તાલુકાનું દુદોસણ ગામ
રણની વચ્ચે અદભુત ચમત્કાર : વાવ-થરાદના દુદોસણમાં બિરાજમાન લુણેશ્વર મહાદેવ અને અવિરત વહેતી પાતાળ ગંગા

સુઈગામ/દુદોસણ: રણકાંઠાના વાવ-થરાદ જિલ્લામાં એક એવું શિવધામ આવેલું છે, જ્યાં શ્રદ્ધા અને ચમત્કારનો સંગમ થાય છે. સુઈગામ તાલુકાના દુદોસણ ગામ નજીક બિરાજમાન પાંડવકાલીન શ્રી લુણેશ્વર મહાદેવ મંદિર આજે ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે.

મંદિરની બાજુમાં જ આવેલો 9-10 ફૂટ ઊંડો કુંડ આ સ્થાનની સૌથી મોટી વિશેષતા છે. ચારે બાજુ સુકુંભઠ રણ હોવા છતાં આ કુંડમાં બારેમાસ, 365 દિવસ કુદરતી રીતે જમીનમાંથી પાણી વહ્યા કરે છે, જેને સ્થાનિકો 'વહેતી ગંગા' કે 'પાતાળ ગંગા' કહે છે.

પૌરાણિક માન્યતા:
મુજબ વનવાસ દરમિયાન પાંડવો અહીંથી પસાર થયા હતા અને અહીં શિવલિંગની સ્થાપના કરી હતી. પૂજા માટે જળની જરૂર પડતા ભીમસેને પોતાની ગદાથી જમીન પર પ્રહાર કરી પાતાળ ગંગા પ્રગટ કરી હતી. ત્યારથી આ ગંગા અવિરત વહે છે. ગમે તેવો દુકાળ પડે તોય આ પ્રવાહ બંધ થતો નથી.

આ વહેતું પાણી મંદિરથી લગભગ 80 થી 100 મીટર દૂર જઈને જમીનમાં જ સમાઈ જાય છે અને વિલુપ્ત થઈ જાય છે, જે આજે પણ એક અકબંધ રહસ્ય છે.
📲Get App