🔥 TRENDING खानपुर पुलिस ने देशी कट्टा और कारतूस क... स्वदेशी वस्तुओं के उपयोग से आत्मनिर्भर... Taylor Swift Wins Top Honors at VMAs 2... Actor Adam Brody Calls for ‘Free Pales... Taylor Swift Wins Video of the Year at... वेस्टइंडीज के खिलाफ शतक जड़ने वाले दो...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાજકોટ: લૂંટના ગુનામાં ચાર આરોપીઓની ધરપકડ, અનેક ગુનાનો ભેદ ઉકેલાયો
Crime

રાજકોટ: લૂંટના ગુનામાં ચાર આરોપીઓની ધરપકડ, અનેક ગુનાનો ભેદ ઉકેલાયો

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 01 Sep 2026, 09:58 PM 👁 89
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજકોટ પોલીસે લૂંટના ગુનામાં સક્રિય ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ વૃદ્ધોને નિશાન બનાવતા હોવાનો પણ ખુલાસો થયો છે.

રાજકોટ શહેરમાં લૂંટના ગુનાને અંજામ આપતી એક ગેંગને પોલીસે ઝડપી પાડી છે. આ ગેંગ દ્વારા માલધારી યુવકને રોકીને મારમારી દાગીનાની લૂંટ સહિત અનેક ગુનાઓને અંજામ આપવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે ચાર આરોપીઓની ધરપકડ કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં એવો ખુલાસો થયો છે કે આ આરોપીઓ માત્ર યુવાનોને જ નહીં, પરંતુ એકલા જતા સિનિયર સિટીઝનને પણ નિશાન બનાવતા હતા. તેઓ વૃદ્ધોને નિશાન બનાવી તેમની પાસેથી રોકડ અને કિંમતી દાગીનાની લૂંટ ચલાવતા હતા.

પોલીસે આરોપીઓ પાસેથી સોનાના દાગીના, ચાર મોબાઈલ ફોન, બે સ્કૂટર અને ગુનાહિત કૃત્યમાં ઉપયોગમાં લેવાતી છરી સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે આ મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે, જેથી આવા અન્ય ગુનાઓનો પણ ભેદ ઉકેલી શકાય.
📲Get App