🔥 TRENDING பள்ளி காலாண்டு விடுமுறை: ஏற்காட்டில் க... Louisiana Court Rules in Favor of Jone... Heavy Rain in Uttar Pradesh Claims 56... Thar SUV crashes into motorcycle on Dw... Virat Kohli's Six-Fueled Century Sets... Health Ministry advises lowest effecti...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાજુલા બાલકૃષ્ણ વિદ્યાપીઠ ખાતે ‘મન કી બાત’ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ માનસિંહભાઈ પરમારની ઉપસ્થિતિ

રાજુલા બાલકૃષ્ણ વિદ્યાપીઠ ખાતે ‘મન કી બાત’ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ માનસિંહભાઈ પરમારની ઉપસ્થિતિ

✍️ Reporter: Anil Vaghela 🗓 31 Aug 2026, 09:34 PM 👁 140
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજુલા બાલકૃષ્ણ વિદ્યાપીઠ ખાતે ‘મન કી બાત’ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ માનસિંહભાઈ પરમારની ઉપસ્થિતિ

રાજુલા : રાજુલા શહેરમાં આવેલ બાલકૃષ્ણ વિદ્યાપીઠ ખાતે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ તથા પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ શ્રી માનસિંહભાઈ પરમારે ખાસ ઉપસ્થિતિ આપી હતી.

આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના વિવિધ હોદ્દેદારો, આગેવાનો તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યકર્તાઓએ સાથે મળીને પ્રધાનમંત્રીના ‘મન કી બાત’ કાર્યક્રમને નિહાળ્યો હતો.

‘મન કી બાત’ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ રાજ્યસભાના નવનિયુક્ત સાંસદ શ્રી માનસિંહભાઈ પરમારે રાજુલા શહેરની સમર્પણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની મુલાકાત લીધી હતી. હોસ્પિટલ ખાતે તેમનું સ્વાગત અને સત્કાર કરવામાં આવ્યો હતો.

આ મુલાકાત દરમિયાન સાંસદ માનસિંહભાઈ પરમારે હોસ્પિટલના તમામ ડોક્ટર મિત્રો સાથે વ્યક્તિગત પરિચય કેળવ્યો હતો. તેમજ શહેરના નામાંકિત તબીબો અને વડીલ તબીબ મિત્રો સાથે આરોગ્ય ક્ષેત્રને લગતા વિવિધ મુદ્દાઓ અંગે વિચારવિમર્શ કર્યો હતો.

આ પ્રસંગે સાગરભાઈ, ચેતનભાઈ શિયાળ સહિત શહેરના તબીબ મિત્રો, ભાજપના વડીલ આગેવાનો તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App