🔥 TRENDING Punjab University Protest Sparks Fires... Search for "30dayplans" Recorded on Th... Drishyam's Opening Weekend Box Office... Bukhari accuses National Conference of... Jammu & Kashmir Assembly to Hold Mega... Madhya Pradesh Begins Monsoon Retreat...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વિરમગામમાં સુશીલાબેન રામજીભાઈ સ્મૃતિ ટ્રસ્ટ દ્વારા ૩૦૦ જરૂરિયાતમંદ પરિવારોને તેલનું વિતરણ

વિરમગામમાં સુશીલાબેન રામજીભાઈ સ્મૃતિ ટ્રસ્ટ દ્વારા ૩૦૦ જરૂરિયાતમંદ પરિવારોને તેલનું વિતરણ

✍️ Reporter: Gilani Asikali 🗓 31 Aug 2026, 03:44 PM 👁 111
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિરમગામમા સુશીલાબેન રામજીભાઈ સ્મૃતિ ટ્રસ્ટ તરફથી છેલ્લા ૧૬ વર્ષથી જરૂરિયાતમંદ પરિવારોને સહાય કરવામાં આવી રહી છે. શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે વિરમગામ ખાતે જરૂરિયાતમંદ ૩૦૦ પરિવારોને બે લીટર સિંગતેલની બોટલનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ટ્રસ્ટી હિતેશભાઈ પરીખ, યોગેશભાઈ કંસારા, ધનશ્યામભાઈ, સુમનભાઈ સોની, ચંદુભાઈ પટેલ, હિરેનભાઈ જોશી, અશોકભાઈ ખત્રી, પ્રવીણસિંહ અને દિનેશભાઈ સહિત ટ્રસ્ટના કાર્યકર્તાઓ તથા સભ્યો ઉપસ્થિત રહી વિતરણ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
ટ્રસ્ટ દ્વારા છેલ્લા ૧૬ વર્ષથી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરી જરૂરિયાતમંદ પરિવારોને સહાયરૂપ થવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે.
રિપોર્ટર.
આસીકઅલી ગીલાણી
વિરમગામ
📲Get App