🔥 TRENDING ગણેશ વિસર્જન સમયે જૂની અદાવતે બે જૂથો... भैरमगढ़ में नगर पंचायत को हटाने और ग्र... Supreme Court Declines to Intervene in... Chhattisgarh CM Visits Flood‑Hit Sukma... Heavy Rains in Chhattisgarh Leave 8 De... LPU Suspends Classes for 10 Days as Pr...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગર્ભગૃહને વનસ્પતિ-પુષ્પોથી સજાવાયું, દાદાના દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Religion

ગર્ભગૃહને વનસ્પતિ-પુષ્પોથી સજાવાયું, દાદાના દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા

✍️ Reporter: Virendra bhai vyas 🗓 31 Aug 2026, 10:50 PM 👁 134
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

લીંબડી, જેને ‘છોટા કાશી’ તરીકે ઓળખવામાં આવે છે, ત્યાં શ્રાવણ માસના ત્રીજા સોમવારે સ્વયંભૂ શ્રી કુલનાથ દાદાના મંદિરમાં ભક્તિ અને પ્રકૃતિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. આ દિવસે દાદાને પ્રકૃતિમય શણગારથી સજાવવામાં આવ્યા હતા, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

લીંબડીના કુલનાથ દાદાને શ્રાવણી સોમવારે મનમોહક પ્રકૃતિમય શણગાર કરાયો:..
ગર્ભગૃહને વનસ્પતિ-પુષ્પોથી સજાવાયું, દાદાના દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
લીંબડી, જેને ‘છોટા કાશી’ તરીકે ઓળખવામાં આવે છે, ત્યાં શ્રાવણ માસના ત્રીજા સોમવારે સ્વયંભૂ શ્રી કુલનાથ દાદાના મંદિરમાં ભક્તિ અને પ્રકૃતિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. આ દિવસે દાદાને પ્રકૃતિમય શણગારથી સજાવવામાં આવ્યા હતા, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.ત્રીજા સોમવાર નિમિત્તે, શ્રી કુલનાથ દાદાના ગર્ભગૃહને વિવિધ વનસ્પતિઓ, રંગબેરંગી પુષ્પો અને અન્ય પ્રાકૃતિક સામગ્રીઓથી મનમોહક રીતે શણગારવામાં આવ્યું હતું. આ ભવ્ય શણગાર કુદરતની અદભુત અનુભૂતિ કરાવતો હતો. દાદાના દિવ્ય સ્વરૂપના દર્શન કરીને ભક્તોને જાણે સાક્ષાત ભગવાન શિવ પ્રકૃતિના ખોળે, હિમાલયની કંદરાઓમાં બિરાજમાન હોય તેવી અનુભૂતિ થઈ હતી. આ અનોખા શણગારથી સમગ્ર મંદિર પરિસર આધ્યાત્મિકતા અને ભક્તિના રંગે રંગાઈ ગયું હતું. શ્રાવણના આ સોમવારે વહેલી સવારથી જ શ્રી કુલનાથ દાદાના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. ભાવિકોએ દાદાના દિવ્ય સ્વરૂપના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને સમગ્ર મંદિર પરિસર ‘હર હર મહાદેવ’ તથા ‘બમ બમ ભોલે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું.
લીંબડીની પવિત્ર ભૂમિ પર આવેલા નવ નાથના ધાર્મિક સ્થાનકો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર રહ્યા છે. શ્રાવણ માસ દરમિયાન વિવિધ શિવાલયોમાં ભક્તિમય માહોલ જોવા મળે છે, ત્યારે શ્રી કુલનાથ દાદાના આ પ્રકૃતિમય શણગારે સૌનું વિશેષ આકર્ષણ જમાવ્યું હતું.
📲Get App