🔥 ट्रेंडिंग कर्नाटक FDA ने 254 फार्मा कंपनियों पर... भारी बारिश से निंबड़ी चांदावता के खेतो... एमएसआरटीसी बस का दुर्घटना: बेलापुर फॉल... हिंदू व्यापारी की हत्या के मामले में द... डिज़ाइन विफलता से हुई मृत्यु पर सड़क ए... ईपीई पर बस का ट्रक से टकराव, ड्राइवर घ...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમદાવાદ ગ્રામ્યના માંડલ તાલુકામા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ  તાલુકાની બે દિવસીય મુલાકાત લીધી

અમદાવાદ ગ્રામ્યના માંડલ તાલુકામા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ તાલુકાની બે દિવસીય મુલાકાત લીધી

✍️ रिपोर्टर: Gilani Asikali 🗓 31 अग. 2026, 05:19 PM 👁 83
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમદાવાદ ગ્રામ્યના માંડલ તાલુકાની બે દિવસીય મુલાકાતે આવેલા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સામાજિક સમરસતા અને આત્મીયતાનો અનોખો સંદેશ આપ્યો હતો.
મુલાકાત દરમિયાન રાજ્યપાલશ્રીએ નાના ઉંભડા ગામે અનુસૂચિત જાતિ પરિવારના ઘરે જમીન પર બેસીને રાત્રિ ભોજન ગ્રહણ કર્યું હતું. આ પ્રસંગે સવિતાબેન સોમાભાઈ પરમારના પરિવાર સાથે રાજ્યપાલશ્રીએ સાદગીપૂર્વક ભોજન લીધું હતું.
રાજ્યપાલશ્રીએ પરિવારના તમામ સભ્યો સાથે સહજતાથી વાતચીત કરી તેમની પરિસ્થિતિ જાણી હતી. બાળકોને શિક્ષણ અને સંસ્કારનું મહત્વ સમજાવી જીવનમાં આગળ વધવા માટે આશીર્વાદ પણ આપ્યા હતા.
સાત્વિક ભોજનમાં તુરીયાનું શાક, રોટલી અને ખીચડીનો રાજ્યપાલશ્રીએ આસ્વાદ માણ્યો હતો.
ઉલ્લેખનીય છે કે નાના ઉંભડા ગામના રહેવાસી સવિતાબેન સોમાભાઈ પરમારનો પરિવાર ખેતી શ્રમ સહિત અન્ય કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. રાજ્યપાલશ્રીનું તેમના ઘરે આગમન અને પરિવાર સાથે કરેલું ભોજન તેમના માટે યાદગાર અને અવિસ્મરણીય પ્રસંગ બની રહ્યો હતો.
રિપોર્ટર.
આસીકઅલી ગીલાણી
વિરમગામ
📲Get App