🔥 TRENDING பள்ளி காலாண்டு விடுமுறை: ஏற்காட்டில் க... Louisiana Court Rules in Favor of Jone... Heavy Rain in Uttar Pradesh Claims 56... Thar SUV crashes into motorcycle on Dw... Virat Kohli's Six-Fueled Century Sets... Health Ministry advises lowest effecti...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાંતલપુરના પારેશ્વર મહાદેવ મંદિરે ત્રીજા શ્રાવણ સોમવારે મહા આરતીનું ભવ્ય આયોજન
સાંતલપુર શહેરના આસ્થાના કેન્દ્ર સમાન શ્રી પારેશ્વર મહાદેવ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવાર નિમિત્તે મહા આરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
Religion

સાંતલપુરના પારેશ્વર મહાદેવ મંદિરે ત્રીજા શ્રાવણ સોમવારે મહા આરતીનું ભવ્ય આયોજન સાંતલપુર શહેરના આસ્થાના કેન્દ્ર સમાન શ્રી પારેશ્વર મહાદેવ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવાર નિમિત્તે મહા આરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

✍️ Reporter: મેહુલ સિંહ જાડેજા 🗓 31 Aug 2026, 09:46 PM 👁 137
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સાંતલપુર ના પારેશ્વર મહાદેવ મંદિરે ત્રીજા શ્રાવણ સોમવારે મહા આરતીનું ભવ્ય આયોજન
સાંતલપુર શ્રી પારેશ્વર મહાદેવ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવાર નિમિત્તે મહા આરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રાવણ માસના ત્રીજા સોમવારે વહેલી સવારથી જ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. ભોલે નાથ ના દર્શન કરવા માટે ભક્તોની લાંબી કતારો લાગી હતી. સાંજના સમયે મંદિરને ફૂલો અને રોશનીથી શણગારવામાં આવ્યું હતું.
મંદિરના મહંતશ્રી નયાલગીરી દ્વારા ભગવાન ભોળાનાથની ભવ્ય મહા આરતી કરવામાં આવી હતી. આરતી દરમિયાન સમગ્ર મંદિર પરિસર "હર હર મહાદેવ" ના નાદથી ગુંજી ઉઠ્યું હતું. આરતી બાદ ભક્તોને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સાંતલપુર ગ્રામજનો, યુવા મંડળ અને મંદિર સમિતિના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App