🔥 TRENDING India's road safety data shows fewer c... Prime Video’s 6 Must‑Watch Enemies‑to‑... Avengers: Endgame Encore grosses Rs 17... Ponda’s 15‑year‑old municipal complex... Road safety concerns persist in Porvor... * *आपसी सहमति से जमीन का बंटवारा, वर्...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મેજર ધ્યાનચંદજી ની જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આમેવી
Sports

મેજર ધ્યાનચંદજી ની જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આમેવી

✍️ Reporter: Abhaykumar Jagodadiya 🗓 30 Aug 2026, 09:26 PM 👁 55
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મેજર ધ્યાનચંદજી ની જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવી

**આદર્શ નિવાસી શાળા, કેશોદ ખાતે મેજર ધ્યાનચંદજીની જન્મજયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી**

કેશોદ: સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હસ્તકની આદર્શ નિવાસી શાળા, કેશોદ ખાતે હોકીના જાદુગર અને મહાન ભારતીય હોકી ખેલાડી મેજર ધ્યાનચંદજીની જન્મજયંતી નિમિત્તે રાષ્ટ્રીય રમત દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રત્યે જાગૃતિ અને રસ કેળવવાના હેતુથી વિવિધ રમતગમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં રહેલી રમતગમતની પ્રતિભાને ઉજાગર કરવા, શારીરિક તથા માનસિક સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા અને રમતગમત ક્ષેત્રે કારકિર્દીની તકો અંગે જાગૃતિ લાવવાનો હતો. ભારત સરકાર અને ગુજરાત સરકારના ‘ફિટ ઈન્ડિયા’ અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફે ઉત્સાહપૂર્વક વિવિધ રમતગમત પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો.

આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી બી. એસ. ભાવસારએ મેજર ધ્યાનચંદજીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી રાષ્ટ્રીય રમતગમત દિવસની સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. કાર્યક્રમમાં શાળા તથા છાત્રાલયનો સ્ટાફ તેમજ સી.આર.સી. દિનેશ જોષી ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે શાળાના વ્યાયામ શિક્ષક તથા જિલ્લા વ્યાયામ સંઘના પ્રમુખ ડૉ. હમીરસિંહ વાળાએ વિદ્યાર્થીઓને રમતગમત ક્ષેત્રે રહેલી ઉજ્જવળ તકો અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા રમતગમત ક્ષેત્રે હાથ ધરવામાં આવતી વિવિધ કામગીરી તથા યોજનાઓની માહિતી આપી હતી. સાથે આગામી કોમનવેલ્થ ગેમ્સ સહિતની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમતગમત સ્પર્ધાઓ અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરી રમતગમત ક્ષેત્રે આગળ વધવા પ્રેરિત કર્યા હતા. તેમણે આ શુભ અવસરે સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.

આદર્શ નિવાસી શાળાના વિદ્યાર્થીઓએ રમતગમત ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી શાળાનું ગૌરવ વધાર્યું છે. વોલીબોલ સ્પર્ધામાં તાલુકા કક્ષાએ તમામ એજ ગ્રુપમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. તેમજ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં અંડર-14માં પ્રથમ સ્થાન અને અંડર-19માં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. ઉપરાંત, એથ્લેટિક્સ સ્પર્ધામાં પણ વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કરી શાળાનું નામ રોશન કર્યું હતું.

વિદ્યાર્થીઓની આ સિદ્ધિ બદલ **જિલ્લા નાયબ નિયામકશ્રી સી.પી. પવાર ,આચાર્ય બી.એસ. ભાવસાર અને શ્રી એ.કે.**રાઠોડે ખેલાડીઓ તથા માર્ગદર્શક સ્ટાફ અને ઈન સ્કૂલ ટ્રેનર ને અભિનંદન પાઠવી ભવિષ્યમાં રમતગમત ક્ષેત્રે વધુને વધુ સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

સમગ્ર કાર્યક્રમ વિદ્યાર્થીઓના ઉત્સાહ, ઉમંગ અને રમતગમતની ભાવનાથી ભરપૂર વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
📲Get App