🔥 TRENDING Shopkeeper Ashok Das Stabbed to Death... અંકલેશ્વર નજીક વનખાડીનું પાણી લાલ થતાં... फिरोजाबाद: सुभाष चौराहे पर रुपयों के व... ભરૂચમાં પ્રથમ શ્રાદ્ધ નિમિત્તે પાંજરાપ... Ambala Construction Site Collapse Leav... Kharif Acreage Surpasses Five‑Year Ave...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમરેલીમાં "ખેલો ઈન્ડિયા" અંતર્ગત વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાથે સીધો સંવાદ અને નશા મુક્ત ભારત કાર્યક્રમ યોજાયો

અમરેલીમાં "ખેલો ઈન્ડિયા" અંતર્ગત વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાથે સીધો સંવાદ અને નશા મુક્ત ભારત કાર્યક્રમ યોજાયો

✍️ Reporter: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 30 Aug 2026, 08:50 AM 👁 41
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલીમાં "ખેલો ઈન્ડિયા" અંતર્ગત વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાથે સીધો સંવાદ અને નશા મુક્ત ભારત કાર્યક્રમ યોજાયો

અમરેલી તા. ૨૯ ઓગસ્ટ
ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય અંતર્ગત માય ભારત અમરેલી કચેરી, કે. કે. પારેખ કોમર્સ કોલેજ અમરેલી તથા એચ. ડી. સંઘવી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ રાજુલાના સંયુક્ત ઉપક્રમે તા. ૨૭ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ 'ખેલો ઈન્ડિયા (ખેલ કી બાત પીએમ નરેન્દ્ર મોદી કે સાથ)' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાથે લાઈવ ઓનલાઈન સંવાદ યોજાયો હતો, જેમાં ૨૮૬ એન.એસ.એસ. વોલિએન્ટર્સ અને યુવાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન જિલ્લા યુવા અધિકારી રાકેશ બિશનોઈએ ખેલો ઈન્ડિયા વિશે માર્ગદર્શન આપ્યું હતું અને ઓફિસ આસિસ્ટન્ટ દ્વારા યુવાઓને નશા મુક્તિ અંગેના શપથ લેવડાવવામાં આવ્યા હતા.

આ તકે નેશનલ ગેમ ગોલ્ડ મેડાલિસ્ટ નકુમ માર્ગી નિલેશભાઈ અને તવિયા ગુંજન અજયભાઈએ ખાસ ઉપસ્થિત રહીને યુવાનોને પ્રેરણા આપી હતી. પ્રોફેસર ડૉ. આશિષ ગોરવાડિયાના સ્વાગત પ્રવચન અને રાહુલભાઈ (અગ્નિવીર ટ્રેનર)ના સંચાલન સાથે આશિષ જાદવ અને તેમની ટીમે કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી તેમ માય ભારત અમરેલી કચેરીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
📲Get App