🔥 TRENDING சிறந்த வியாபாரிகள் விருது வழங்க வேண்டு... India, Canada Reach Fifth Negotiation... Sanjay Gupta Questions Smoking in Film... Nor'easter Hits US Northeast, Floods H... October 2026: Rare Planetary Conjuncti... Singh Ji: Life Dedicated to Humanity,...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમરેલી શહેર ભાજપ દ્વારા પ્રથમ મુખ્યમંત્રી ડૉ. જીવરાજ મહેતાને ભાવાંજલિ અર્પણ કરાઈ

અમરેલી શહેર ભાજપ દ્વારા પ્રથમ મુખ્યમંત્રી ડૉ. જીવરાજ મહેતાને ભાવાંજલિ અર્પણ કરાઈ

✍️ Reporter: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 30 Aug 2026, 05:00 PM 👁 54
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલી શહેર ભાજપ દ્વારા પ્રથમ મુખ્યમંત્રી ડૉ. જીવરાજ મહેતાને ભાવાંજલિ અર્પણ કરાઈ

અમરેલીના પનોતા પુત્ર અને ગુજરાત રાજ્યનાં પ્રથમ મુખ્યમંત્રી આદરણીય ડૉ. જીવરાજભાઈ મહેતાને તેમની 139મી જન્મ જયંતી નિમિત્તે શહેરનાં જીવરાજ મહેતા ચોક (રાજકમલ ચોક)માં સ્થાપિત પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરતાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો.
અમરેલી શહેર ભાજપ આયોજિત આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, જિલ્લા પંચાયતના પ્રમુખ દક્ષાબેન ચોડવાડીયા, અમરેલી માર્કેટ યાર્ડનાં પૂર્વ ચેરમેન પી.પી. સોજીત્રા, જિલ્લા ભાજપનાં મહામંત્રી મયુરભાઈ માંજરીયા, ઉપપ્રમુખ મેહુલભાઈ ધોરાજીયા, મીડિયા ઇન્ચાર્જ વિપુલ ભટ્ટી, શહેર ભાજપ પ્રમુખ વિજય ચોટલીયાનાં નેતૃત્વમાં, મહામંત્રીઓ યોગેશ ગણાત્રા, રાકેશ સાવલિયા, અમરેલી નગરપાલિકાનાં ઉપપ્રમુખ વિરલ પોપટ, કારોબારી ચેરમેન મૌલિક ઉપાધ્યાય, જિલ્લા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ડેની પરમાર, અનુસૂચિત જાતિ મોરચાનાં પ્રમુખ મુકેશ બગડા, મહિલા મોરચાના અગ્રણી ભાવનાબેન ગોંડલિયા, અલકાબેન ગોંડલિયા, સંગીતાબેન ચાવડા, આરતીબેન અટારા, પ્રવિણાબેન રાઠોડ, કોમલબેન રામાણી, છાયાબેન ગેડિયા, અમરેલી નગરપાલિકાનાં સદસ્યો મનીષ ધરાજીયા, ચિરાગ ચાવડા, હરી કાબરિયા, જયંતિલાલ ધાનાણી, વિદુર ડાબસરા, પરેશ દાફડા, શહેર ભાજપનાં વિમલગીરી ગોસાઈ, સંદીપ માંગરોળિયા, રવિરાજ શેખવા, યુવા મોરચાનાં પ્રમુખ આકાશ જોષી, મહામંત્રીઓ સ્મિત લાખાણી, આશિષ કોટેચા, બક્ષીપંચ મોરચાનાં પ્રમુખ પી.એમ. મકવાણા, કિશોર આજુગિયા, વિશાલ મસોયા સહિત આગેવાન કાર્યકરોએ ઉપસ્થિત રહી ડૉ. જીવરાજ મહેતાજીને અને તેમનાં કાર્યો યાદ કરી પુષ્પાંજલિ અર્પી હતી તેમ શહેર ભાજપની અખબારી યાદીમાં જણાવાયું છે.
📲Get App