🔥 TRENDING Violence erupts over sexual assault al... Minor alleges sexual abuse at Indian a... Three arrested in Mangaluru after poli... Two suspects arrested in murder of Hin... 3-year-old child killed as driver fall... Seer’s Car Collides with Divider in Un...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વિરમગામમાં કૂતરાને ભગાડવા બાબતે બે જૂથ વચ્ચે મારામારીલોખંડની પાઇપ અને લાકડાના પાટિયાથી હુમલાના આક્ષેપ, બંને પક્ષે પાંચથી વધુ લોકો ઈજાગ્રસ્ત; ટાઉન પોલીસમાં ક્રોસ ફરિયાદ

વિરમગામમાં કૂતરાને ભગાડવા બાબતે બે જૂથ વચ્ચે મારામારીલોખંડની પાઇપ અને લાકડાના પાટિયાથી હુમલાના આક્ષેપ, બંને પક્ષે પાંચથી વધુ લોકો ઈજાગ્રસ્ત; ટાઉન પોલીસમાં ક્રોસ ફરિયાદ

✍️ Reporter: Gilani Asikali 🗓 30 Aug 2026, 01:28 PM 👁 109
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિરમગામ શહેરની જૂની મિલની ચાલી વિસ્તારમાં કૂતરાને ભગાડવા બાબતે બે જૂથ વચ્ચે બોલાચાલી બાદ મારામારીની ઘટના સામે આવી છે. આ ઘટનામાં લોખંડની પાઇપ તથા લાકડાના પાટિયાથી હુમલો કરવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે બંને પક્ષે એકબીજા વિરુદ્ધ વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ક્રોસ ફરિયાદ નોંધાવી છે. ઘટનામાં બંને પક્ષના પાંચથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયાનું જાણવા મળ્યું છે.
પોલીસ ફરિયાદ મુજબ, એક પક્ષના જણાવ્યા પ્રમાણે તેમના ઘરની ઉપર ચડેલા કૂતરાને ભગાડવા જતા આરોપીઓ સાથે બચુભાઈ સાથે બોલાચાલી અને ઝઘડો થયો હતો. દરમિયાન કિસનભાઈ સમજાવવા જતા આરોપીઓએ લોખંડની પાઇપથી માથાના ભાગે માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે.
આ મામલે પૂનમબેન, જયેશભાઈ અને અમરસીભાઈ મકવાણાએ મધુબેન, રમેશભાઈ ઠાકોર, વરસાબેન, શૈલેશભાઈ ઠાકોર, દક્ષાબેન તથા સુનીલભાઈ સહિતના લોકો સામે વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
બીજી તરફ, સામા પક્ષે નોંધાવેલી ફરિયાદ મુજબ કૂતરાને માર મારવા અને ગાળો બોલવા બાબતે બોલાચાલી થઈ હતી. ગાળો બોલવાની ના પાડતાં મામલો ઉગ્ર બન્યો હતો અને મારામારી દરમિયાન દક્ષાબેનને છોડાવવા જતા લોખંડની પાઇપ તથા લાકડાના પાટિયાથી હુમલો કરવામાં આવ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. આ ઘટનામાં ઈજા પહોંચાડવા ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે.
આ મામલે વરસાબેન અને શૈલેશભાઈ ઠાકોરે બચુભાઈ, ઉકાજી મકવાણા, કિસનભાઈ, અમરસીભાઈ મકવાણા, જયેશભાઈ, સુરેશભાઈ સહિતના લોકો સામે ફરિયાદ નોંધાવી છે.
વિરમગામ ટાઉન પોલીસે બંને પક્ષની ફરિયાદના આધારે ગુનો નોંધીને સમગ્ર મામલે વધુ તપાસ હાથ
રિપોર્ટર.
આસીકઅલી ગીલાણી
વિરમગામ
📲Get App