Defence
સુરતથી શરૂ થયેલી 'નારી સુરક્ષા સેના'નું વડોદરામાં વિસ્તરણ, નિમિષાબેન કા. પટેલને ગુજરાત પ્રદેશની મહિલા અધ્યક્ષા તરીકે નિમણુંક
Watch on:
▶️ YouTube
સુરતથી શરૂ થયેલી "નારી સુરક્ષા સેના" હવે વડોદરા શહેર અને પ્રદેશ સ્તરે નવા પદાધિકારીઓની નિમણુંક સાથે ગુજરાતમાં પોતાની કામગીરી વિસ્તારી રહી છે.
સુરતમાંથી શરૂ થયેલી 'નારી સુરક્ષા સેના' નો મુખ્ય ઉદ્દેશ સમાજમાં બનતી ઘરેલુ હિંસા,સરેઆમ છેડતી અને બળાત્કાર,લવ જેહાદ જેવી ઘટનાઓ સામે મહિલાઓને સુરક્ષા અને સામાજિક સન્માન પ્રદાન કરવા માટે એક મહત્વપૂર્ણ પહેલ તરીકે કાર્યરત છે.
સંસ્થાના રાષ્ટ્રીય અધ્યક્ષા સેજલબેન સરવૈયા પોતાના દૂરદ્રષ્ટિપૂર્ણ નેતૃત્વ હેઠળ દેશભરના વિવિધ વિસ્તારોમાં આ સંગઠનને વિસ્તૃત કરવા માટે કામ કરી રહ્યા છે, જેથી મહિલાઓને સ્વાવલંબી અને સુરક્ષિત જીવન જીવવામાં પ્રેરણા મળે.
વડોદરામાં, શહેર મહિલા પ્રમુખ મંજુલાબેન ચાવડા અને શહેર પ્રમુખ કુંતલભાઈ ચોકસીની નિમણૂક કરવામાં આવી છે, જે સ્થાનિક સ્તરે નારી સુરક્ષા સેના ના કાર્યોને સુગમ બનાવવા માટે જવાબદાર રહેશે.
તે ઉપરાંત, ગુજરાત પ્રદેશની મહિલા અધ્યક્ષા તરીકે સોજીત્રાના નિમિષાબેન લક્ષ્મીકાંત કા.પટેલ, જે એક પ્રખ્યાત મહિલા વકીલ છે,તેમની નિમણૂંક કરવામાં આવી છે, જેથી પ્રદેશ સ્તરે કાનૂની સહાય અને જાગૃતિ કાર્યક્રમોનું સમન્વયિત અમલીકરણ થઈ શકે.