🔥 TRENDING चलते ऑटो से कूदी छात्रा, विरोध पर चालक... அரசு ஆண்கள் மேல்நிலைப்பள்ளியில், 1993... Virender Sehwag's Hilarious Reaction t... Scripted Video Circulates as Real Hara... Secret Spot Goes Viral, Crowds Overwhe... Seoul Blames Kyiv for Breach of Secrec...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાજુલા તાલુકા પ્રજાપતિ સમાજનો ૧૦મો તેજસ્વી પ્રતિભા સન્માન સમારોહ - ૨૦૨૬ યોજાશે

રાજુલા તાલુકા પ્રજાપતિ સમાજનો ૧૦મો તેજસ્વી પ્રતિભા સન્માન સમારોહ - ૨૦૨૬ યોજાશે

✍️ Reporter: Anil Vaghela 🗓 30 Aug 2026, 08:20 PM 👁 51
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજુલા તાલુકા પ્રજાપતિ સમાજનો ૧૦મો તેજસ્વી પ્રતિભા સન્માન સમારોહ - ૨૦૨૬ યોજાશે

રાજુલા, તા ૩૦/૦૮/૨૦૨૬

અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ પ્રેરિત રાજુલા તાલુકા પ્રજાપતિ શિક્ષણ સમિતિ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ૧૦મો તેજસ્વી પ્રતિભા સન્માન સમારોહ - ૨૦૨૬ નું આયોજન કરવામાં આવ્યું છે.

આ સમારોહમાં રાજુલા શહેર અને તાલુકાના ગામડાઓમાં વસતા સમસ્ત પ્રજાપતિ સમાજ (ગોળના, ગુર્જર, કડિયા, વાટલીયા, સોરઠીયા, મારુ, વરિયા વગેરે કુંભાર જ્ઞાતિ) ના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે.

શિક્ષણ સમિતિ દ્વારા ધોરણ 9 માટે 85%, ધોરણ 10 અને 11 માટે 80%, ધોરણ 12 માટે 75% અને ડિપ્લોમા, બેચલર ડિગ્રી, માસ્ટર ડિગ્રી તથા અન્ય ડિગ્રીમાં ફાઈનલ વર્ષમાં 65% કે તેથી વધુ ટકાવારી મેળવનાર વિદ્યાર્થીઓ પાસેથી માર્કશીટ મંગાવવામાં આવી છે.

જે વિદ્યાર્થીઓ ઉપરોક્ત ટકાવારી ધરાવતા હોય તેઓએ પોતાની માર્કશીટ પાછળ પોતાનું નામ, સરનામું અને મોબાઈલ નંબર લખી *તા. ૩૧-૦૮-૨૦૨૬ સુધીમાં* નીચે જણાવેલ સ્થળો પૈકી કોઈપણ એક સ્થળે જમા કરાવવાની રહેશે. ઓરિજીનલ માર્કશીટ ચકાસણી માટે સાથે લાવવી ફરજીયાત છે.

માર્કશીટ જમા કરાવવાના સ્થળો
૧. સમ્રાટ કાર્યરીયા, હરિદર્શન ઇમિટેશન, દેના બેંક પાસે, રાજુલા
૨. અમિતભાઈ ટાંક, રાજુલા
૩. નિત્યમ સુપર માર્કેટ, છતડીયા રોડ, રાજુલા
૪. પરેશભાઈ પરમાર, ગુરુકૃપા રેડીમેડ, જવાહર રોડ, રાજુલા

૩૧-૦૮-૨૦૨૬ પછી કોઈપણ સંજોગોમાં માર્કશીટ સ્વીકારવામાં આવશે નહીં* તેની ખાસ નોંધ લેવા શિક્ષણ સમિતિની યાદીમાં જણાવાયું છે.

આ સન્માન સમારોહની સંભવિત તારીખ તા. ૪-૧૦-૨૦૨૬, રવિવાર નક્કી કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં રૂ. 1001 કે તેથી વધુ ભેટ આપનાર દાતાશ્રીઓના નામ આમંત્રણ પત્રિકામાં પ્રસિદ્ધ કરવામાં આવશે.

લિ. રાજુલા તાલુકા પ્રજાપતિ શિક્ષણ સમિતિ
📲Get App