🔥 TRENDING નબીપુર નજીક તલવારની અણીએ લૂંટના પ્રયાસ... Trump Suggests Pre-Midterm Strikes on... शहीद कुंदन का अस्थि कलश तिरंगे में लिप... Vikram Misri Discusses Russia and Iran... India Must Navigate Diplomatic Tightro... Political Clash Escalates as Calls Gro...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વિરમગામ નગરપાલિકાના ચીફ ઓફિસર જયેશભાઈ પટેલનો વિદાય સમારંભ યોજાયો

વિરમગામ નગરપાલિકાના ચીફ ઓફિસર જયેશભાઈ પટેલનો વિદાય સમારંભ યોજાયો

✍️ Reporter: Gilani Asikali 🗓 29 Aug 2026, 06:48 PM 👁 141
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિરમગામ નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવી રહેલા શ્રી જયેશભાઈ પટેલની બદલી થતાં નગરપાલિકા પરિવાર દ્વારા તેમનો વિદાય સમારંભ યોજાયો હતો.
જયેશભાઈ પટેલે પોતાના કાર્યકાળ દરમિયાન વિરમગામ નગરપાલિકા વિસ્તારના વિકાસના કામોમાં ખૂબ જ સક્રિય ભૂમિકા ભજવી હતી. તેમના અથાગ પ્રયત્નોથી નગરપાલિકા વિસ્તારમાં વિવિધ વિકાસના કામો સતત આગળ વધ્યા હતા.
હાલમાં તેમની બદલી ચોટીલા નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે થતાં વિરમગામ નગરપાલિકાના સભાખંડમાં વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ચીફ ઓફિસર શ્રી જયેશભાઈ પટેલને ભાવભીની વિદાય આપવામાં આવી હતી અને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
વિદાય સમારંભમાં વિરમગામ નગરપાલિકાના કર્મચારીઓ, અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ જયેશભાઈ પટેલના કાર્યકાળ દરમિયાન થયેલા વિકાસના કામોની પ્રશંસા કરી હતી અને તેમના કાર્ય બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટર: આસીકલી ગીલાણી
વિરમગામ
📲Get App