🔥 TRENDING उन्नाव में मूसलाधार बारिश से जनजीवन अस... LPU Students Protest Against Administr... User Searches for 'deescalatetensions'... TribuneIndia.com Users Search for "Jij... Dr Shiny Devassy featured in Tribune I... Truck rams police SUV in Rewari, drive...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગારિયાધારમાં લાખોની ચોરીનો ભેદ ઉકેલાયો, ગણતરીના કલાકોમાં આરોપી ઝડપાયો
Crime

ગારિયાધારમાં લાખોની ચોરીનો ભેદ ઉકેલાયો, ગણતરીના કલાકોમાં આરોપી ઝડપાયો

✍️ Reporter: Makvana Jaydip 🗓 29 Aug 2026, 10:12 PM 👁 48
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નાની વાવડીની મહિલાની રૂ. 24.59 લાખની માલમત્તા ભરેલી બેગ ચોરાઈ હતી, પોલીસે રૂ. 25.39 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

ભાવનગરના ગારિયાધારમાં લાખો રૂપિયાની ચોરીનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી આરોપીની ધરપકડ કરી છે. સુરતથી નાની વાવડી આવેલી કોમલબેન પાર્થભાઈ કોરાટની બેગમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત કુલ રૂ. 24,59,730ની માલમત્તા ચોરાઈ હતી.

જન્માષ્ટમીની ઉજવણી માટે પોતાના વતન નાની વાવડી આવેલી કોમલબેન રિક્ષામાં ગામે પહોંચ્યા હતા. સામાન ઉતારતી વખતે તેમની કિંમતી બેગ ગુમ થઈ જતા તેમણે ગારિયાધાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદ મળતાં જ ગારિયાધાર પોલીસે ટેકનિકલ સહિતની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસને નાની વાવડીના કલ્પેશ ઉર્ફે કલો નાનુભાઈ મકવાણા પર શંકા જતા તેને ઝડપી પાડ્યો હતો.

પોલીસે આરોપી પાસેથી રૂ. 23,29,733ના સોના-ચાંદીના દાગીના, રૂ. 1,30,000 રોકડ અને રૂ. 80,000ની રિક્ષા સહિત કુલ રૂ. 25,39,733નો મુદ્દામાલ કબજે કર્યો છે.

આમ, ગારિયાધાર પોલીસે ઝડપી કાર્યવાહી કરી લાખોની ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી આરોપીને ઝડપી પાડ્યો છે.
📲Get App