🔥 TRENDING મહુવા પ્રદેશ સહકારી ખાંડ મંડળીની ચૂંટણ... दिल्ली पुलिस ने जालसाजों के गिरोह का प... પંથોડા ગામની આંગણવાડીમાં બાળકોને પ્રોત... માંડવીના બલેઠી ગામે પર્યાવરણ સંરક્ષણ અ... युवती ने ATM से लूटे 42 लाख रुपये, पुल... बीकानेर: खिंयाणा धाम में 4 अक्टूबर को...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મિશન વાત્સલ્યની સંવેદનશીલ કામગીરીથી મૂકબધિર બાળકનું પરિવાર સાથે મિલન

મિશન વાત્સલ્યની સંવેદનશીલ કામગીરીથી મૂકબધિર બાળકનું પરિવાર સાથે મિલન

✍️ Reporter: Bhailalbhai Baria 🗓 29 Aug 2026, 06:44 PM 👁 46
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સોશિયલ મીડિયા અને સંકલિત પ્રયાસોથી ૧૧ વર્ષીય બાળક પરિવાર સુધી પહોંચ્યું
નર્મદા જિલ્લામાં પરિવારથી વિખૂટા પડી ગયેલા ૧૧ વર્ષીય મૂકબધિર બાળકનું આખરે તેના પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું છે.
એકતાનગર વિસ્તારમાં બાળક એકલવાયું ફરતું જોવા મળતાં પ્રવાસીઓએ તાત્કાલિક ૧૧૨ પોલીસ વાનનો સંપર્ક કરી બાળકને પોલીસને સોંપ્યું હતું.
બાળક બોલી અને સાંભળી શકતું ન હોવાથી તેની ઓળખ અને પરિવાર અંગેની માહિતી મેળવવામાં મુશ્કેલી પડી હતી. ત્યારબાદ બાળ કલ્યાણ સમિતિના આદેશથી બાળકને રાજપીપળા ખાતેના ચિલ્ડ્રન હોમ ફોર બોયઝમાં આશ્રય આપવામાં આવ્યો હતો.
મિશન વાત્સલ્યની ટીમ અને પોલીસ વિભાગે સોશિયલ મીડિયા સહિતના વિવિધ માધ્યમોથી બાળકના પરિવારને શોધવાની કામગીરી હાથ ધરી હતી. સતત પ્રયાસોના પરિણામે બાળક વડોદરા જિલ્લાના ડભોઇનો વતની હોવાનું જાણવા મળ્યું અને તેના પરિવારનો સંપર્ક કરવામાં આવ્યો.
જરૂરી ચકાસણી બાદ બાળ કલ્યાણ સમિતિ, જિલ્લા બાળ સુરક્ષા એકમ, ૧૦૯૮ ચાઇલ્ડ હેલ્પલાઇન અને એકતાનગર પોલીસના સંકલિત પ્રયાસોથી બાળકને સહીસલામત તેના પરિવારને સોંપવામાં આવ્યો.
આ સમગ્ર કામગીરી બાળ સુરક્ષા માટેની સંવેદનશીલતા, ઝડપી કાર્યવાહી અને અસરકારક સંકલનનું ઉત્તમ ઉદાહરણ બની છે.
બાળકોની સુરક્ષા — આપણી સૌની જવાબદારી.
📲Get App