🔥 TRENDING ભારતીય બેંક સંઘ અને યૂનાઇટેડ ફોરમ ઑફ ય... સુરતના ખટોદરા વિસ્તારમાં ફેક્ટરીમાં ફસ... LPU Students End 15-Hour NH-44 Blockad... Fire Ravages Tata Showroom in Hyderpor... Consumer Court Orders Insurer to Pay ₹... ધોરાજી ડેપોના સિનિયર આગેવાન અશોકસિંહ વ...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
કડી તાલુકામાં રોગચાળા કારણે ખંડેરાવપુરા અને આજુબાજુના ૧૦થી વધુ ગામોમાં ખાટલા ઉભરાયા
Health

કડી તાલુકામાં રોગચાળા કારણે ખંડેરાવપુરા અને આજુબાજુના ૧૦થી વધુ ગામોમાં ખાટલા ઉભરાયા

✍️ Reporter: Hanifbhai mahammadbhai jadav 🗓 29 Aug 2026, 07:42 PM 👁 49
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વાયરલ અને પાણીજન્ય રોગચાળાના પ્રહારથી કડીના ખંડેરાવપુરા પ્રાઇવેટ ક્લિનિક્સમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી, જ્યારે અગોલ, મેઢા, કણજરી વગેરે ગામોમાં ખાટલા ઉભા થયા.

કડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં હાલમાં વાયરસ અને પાણીજન્ય રોગચાળાએ ગંભીર પરિસ્થિતિ પેદા કરી છે. બદલાતા હવામાન, ઉકળાટ અને પ્રદૂષિત પાણીના કારણે ઝાડા‑ઊલટી, મગજનો તાવ, શરદી‑ઉધરસ જેવા કેસોનો રાફડો ફાટ્યો છે.

ખંડેરાવપુરા સ્થિત ખાનગી દવાખાનાઓમાં વહેલી સવારથી જ દર્દીઓની લાંબી કતારો જોવા મળી, જ્યાં ગ્રામજનો સારવાર અને દવા માટે ઉમટી રહ્યા છે.

આ ક્લિનિક્સમાં અગોલ, મેઢા, કણજરી, અણદેજ, ગોવિંદપુરા, ચંદ્રાસણ, નદાણ અને પંથોડા પંથક જેવા ૧૦થી વધુ ગામોના સેંકડો લોકો આવ્યા છે, અને ખાટલા ઉભરાયા છે.
📲Get App