🔥 TRENDING कायमगंज: तेज बारिश से ढहा पक्का मकान,... તિલકવાડા આંગણવાડી કેન્દ્ર-4 ખાતે પોષણ... સાબરકાંઠા LCB: રાજસ્થાનની 'બીજુડા ગેંગ... বাগনানে বৃদ্ধের হাতে চন্দ্রবোড়া সাপ ধ... ઘોઘંબા: નળ સે જલ યોજનાના પાણીના ટાકા બ... माड़र गाँव में बागमती नदी का जलस्तर बढ...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાજુલામાં જન્માષ્ટમી ઉત્સવ સમિતિની ખાસ બેઠક યોજાઈ
National

રાજુલામાં જન્માષ્ટમી ઉત્સવ સમિતિની ખાસ બેઠક યોજાઈ

✍️ Reporter: yogeshkumar v kanabar 🗓 29 Aug 2026, 04:04 PM 👁 51
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

શોભાયાત્રાના આયોજન અંગે ચર્ચા, વિવિધ ગ્રુપને પ્રોત્સાહિત કરી ઇનામો અપાયા

રાજુલામાં જન્માષ્ટમી ઉત્સવ સમિતિની ખાસ બેઠક યોજાઈ

શોભાયાત્રાના આયોજન અંગે ચર્ચા, વિવિધ ગ્રુપને પ્રોત્સાહિત કરી ઇનામો અપાયા

રાજુલા શહેરમાં દર વર્ષની પરંપરા મુજબ આગામી જન્માષ્ટમી પર્વની ઉજવણીને લઈને રાજુલા જન્માષ્ટમી ઉત્સવ સમિતિ દ્વારા ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજુલા આહિર સમાજની વાડી ખાતે યોજાયેલી આ બેઠકમાં જન્માષ્ટમી નિમિત્તે નીકળનારી શોભાયાત્રા સહિતના વિવિધ કાર્યક્રમોના આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

બેઠકમાં અગાઉના વર્ષના આયોજનની સમીક્ષા કરવામાં આવી હતી તેમજ જન્માષ્ટમી પર્વ દરમિયાન વિવિધ સંસ્થાઓ અને ગ્રુપ દ્વારા કરવામાં આવતી કામગીરીને પ્રોત્સાહન મળે તે માટે ઇનામ વિતરણનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આગેવાનોના હસ્તે વિજેતા તથા શ્રેષ્ઠ કામગીરી કરનાર ગ્રુપને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ બેઠકમાં આયોજન સમિતિના સભ્યો જયંતીભાઈ જાની, જયેશભાઈ શેઠ, પ્રવીણભાઈ બાવળીયા, ભુપતભાઈ ધોળકિયા, અર્જુનભાઈ ગોહિલ, હિતેશભાઈ કાતરીયા, જીગરભાઈ રાયચા, પાર્થભાઈ દોશી અને ભાવસિંહભાઈ ગોહિલ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

બેઠકની વિશેષતા એ રહી કે રાજુલા નગરપાલિકા પ્રમુખ મયુરભાઈ દવે, ઘનશ્યામભાઈ વાઘ, જયરાજભાઈ વરુ, બીપીનભાઈ વેગડા, સાદુરભાઈ લાખણોત્રા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મનીષભાઈ વાળા તથા પરિષદના પ્રમુખ યુવરાજભાઈ ચાંદુ સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

ઉપસ્થિત આગેવાનોના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. આગામી જન્માષ્ટમી પર્વની ઉજવણી ભવ્ય અને શિસ્તબદ્ધ રીતે થાય તે માટે સમિતિ દ્વારા જરૂરી આયોજન અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
📲Get App