🔥 TRENDING लातेहार के पिंडारकोम गांव में हाथियों... વલસાડમાં કોંગ્રેસનો SIR અને વોટ ચોરી મ... उज्जैन पुलिस अधीक्षक ने घोड़े पर सवार... ગુજરાત સંસ્કૃતિ વકૃત્વ સ્પર્ધા Woman Abandons LSR Dream Amid Parental... Uttar Pradesh Attracts New Distillery...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
દિલ્હીમાં પાકિસ્તાન માટે જાસૂસી કરતું દંપતી ઝડપાયું, દેશની સુરક્ષા સાથે ચેડાંનો પર્દાફાશ
Crime

દિલ્હીમાં પાકિસ્તાન માટે જાસૂસી કરતું દંપતી ઝડપાયું, દેશની સુરક્ષા સાથે ચેડાંનો પર્દાફાશ

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 29 Aug 2026, 01:56 PM 👁 188
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

દિલ્હી પોલીસે પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISI ના એક મોટા જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. સાહિલ અને સમીરા નામના દંપતીની ધરપકડ કરવામાં આવી છે, જેઓ ભારતીય સેનાની સંવેદનશીલ માહિતી પાકિસ્તાન પહોંચાડતા હતા.

દિલ્હી પોલીસે પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISI ના એક મોટા જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. દેશની સુરક્ષા એજન્સીઓની ઊંઘ ઉડાડી દેનારા આ ઓપરેશનમાં પોલીસે સાહિલ અને સમીરા નામના દંપતીની ધરપકડ કરી છે.

પોલીસ તપાસમાં થયેલા ખુલાસા મુજબ, આ દંપતી વર્ષ ૨૦૨૪ થી ISI માટે સક્રિય રીતે કામ કરી રહ્યું હતું. તેઓ સોશિયલ મીડિયાના માધ્યમથી સીધા પાકિસ્તાની હેન્ડલર્સના સંપર્કમાં હતા. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આ દંપતી ભારતીય સેના સાથે જોડાયેલી અત્યંત સંવેદનશીલ અને ખાનગી માહિતી પાકિસ્તાન સુધી પહોંચાડતું હતું.

હાલ દિલ્હી પોલીસ આ દંપતીની કડક પૂછપરછ કરી રહી છે અને આ દેશવિરોધી નેટવર્કમાં અન્ય કોણ કોણ સામેલ છે તેની સઘન તપાસ ચાલી રહી છે.
📲Get App