🔥 TRENDING प्रजापत समाज ने गणेश चतुर्थी का पर्व ध... आजादी के बाद से अधूरी सड़क: छपरा से रा... બ્રેકિંગ બેંકોની દેશવ્યાપી હડતાળ ટળી આ... Two Arrested for Displaying Criminal’s... Analyst Criticizes Taylor Swift’s ‘Cle... Taylor Swift Shines in Black‑Silver Go...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સંસ્કૃત સપ્તાહ અંતર્ગત લુણાવાડા ખાતે સંસ્કૃત સાહિત્ય દિવસ ઉજવાયો
National

સંસ્કૃત સપ્તાહ અંતર્ગત લુણાવાડા ખાતે સંસ્કૃત સાહિત્ય દિવસ ઉજવાયો

✍️ Reporter: Burhaan sibhai 🗓 29 Aug 2026, 01:14 PM 👁 67
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગત એક સપ્તાહથી ચાલી રહેલ ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ની કચેરી મહીસાગર દ્વારા આયોજિત સંસ્કૃત સપ્તાહની ઉજવણી અંતર્ગત આજરોજ લુણાવાડામાં મહીસાગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી કલ્પનાબા પુવાર ના અધ્યક્ષ સ્થાને કિસાન માધ્યમિક વિદ્યાલય ખાતે સંસ્કૃત સાહિત્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમમાં સંસ્કૃતના તજજ્ઞ વક્તાઓ ડોક્ટર દિનેશભાઈ માછી અને ડોક્ટર નરેશભાઈ વણઝારા દ્વારા સંસ્કૃત સાહિત્યના ઉદભવતી આજ પર્યંત સંસ્કૃત ભાષાની ઉત્પત્તિ અને વિકાસ તેમજ સંસ્કૃત સાહિત્ય અને તેનું ભારતીય સંસ્કૃતિ સાથેનું જોડાણ વિશે ખૂબ જ ગહન માર્ગદર્શન આપ્યું હતું સંસ્કૃત ભાષાનું રોજબરોજના જીવનમાં ઉપયોગ ખૂબ જ સરળ છે અને તમામ પ્રાચીન સાહિત્ય સંસ્કૃત ભાષામાં લખાયેલ હોઇ સંસ્કૃત ભાષા એ એક અનિવાર્ય અંગ સાહિત્યનું ગણી શકાય. કાર્યક્રમમાં ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષામાં સંસ્કૃત વિષયમાં 100 માંથી 100 ગુણ મેળવનાર વિદ્યાર્થીઓનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ બાદ સંસ્કૃત પ્રદર્શન મહાનુભાવોના હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું જેમાં સંસ્કૃત સાહિત્યની વિવિધ કૃતિઓ તેમજ સંસ્કૃત ભાષાના ઉદભવથી લઈ આજ પર્યંત સુધી થયેલ સંસ્કૃત ભાષાના વિકાસની ગાથા રજુ કરવામાં આવી હતી કાર્યક્રમના અંતે નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પ્રદીપભાઈ કલાલ દ્વારા સર્વે મહાનુભાવોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી નૈલેશભાઇ મુનિયા સાહેબનું માર્ગદર્શન અને જિલ્લા નોડલ અધિકારી શ્રી સુનિલભાઈ પારગી સાહેબની જેહમત ખૂબ જ મહત્વની રહી હતી
📲Get App