🔥 TRENDING सिरोंज में खाद के लिए किसानों की भारी... ದಿವ್ಯಾಂಗರಿಗೆ ಉಪಕರಣಗಳ ವಿತರಣೆ ಕಾರ್ಯಕ್ರಮ... जनगणना में भागीदारी राष्ट्रीय दायित्व:... બેંક કર્મચારીઓની 3 દિવસીય હડતાલ મોકૂફ:... नवादा: कुएं से युवक का आधा जला शव बराम... વાહન માલિકી ટ્રાન્સફર હવે આધાર OTP થી,...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મણીપુરા ગામના સ્મશાનમાં પૂર્વજોની સમાધિ હટાવાતા વિવાદ, વૃદ્ધ પૂજારી બાબુભાઈ ગોસ્વામી ઉપવાસ પર બેઠા

મણીપુરા ગામના સ્મશાનમાં પૂર્વજોની સમાધિ હટાવાતા વિવાદ, વૃદ્ધ પૂજારી બાબુભાઈ ગોસ્વામી ઉપવાસ પર બેઠા

✍️ Reporter: Gilani Asikali 🗓 28 Aug 2026, 07:30 PM 👁 121
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પૂર્વજોની સમાધિને લઈને વિવાદ

વિરમગામ તાલુકાના મણીપુરા ગામમાં સ્મશાનગૃહના રિનોવેશન દરમિયાન બાબુભાઈ ના પૂર્વજોની સમાધિઓ હટાવાતા વિવાદ સર્જાયો હતો. ગામ પંચાયત દ્વારા સાર્વજનિક સ્મશાનગૃહમાં રીપેરીંગ કામ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન ગામના પૂર્વ પૂજારી બાબુભાઈ ગોસ્વામીના માતા-પિતા અને પત્નીની સમાધિઓ હટાવી દેવામાં આવતા તેમણે નારાજગી વ્યક્ત કરી હતી.
બાબુભાઈ ગોસ્વામીના જણાવ્યા મુજબ, તેમના પરિવારની સમાધિઓ આશરે 100 વર્ષ જૂની હોવાનું કહેવાય છે. સમાધિઓ હટાવવાના મુદ્દે તેમણે મણીપુરા ગ્રામ પંચાયત સામે વિરોધ નોંધાવ્યો હતો અને સ્મશાનગૃહમાં અન્ન-જળનો ત્યાગ કરી ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું.
આ અંગે પંચાયતના સભ્યોએ જણાવ્યું હતું કે ગામજનો જે નિર્ણય લેશે તે મુજબ આગળની કામગીરી કરવામાં આવશે.
દરમિયાન ગામના સામાજિક અને રાજકીય આગેવાનો દ્વારા મામલો થાળે પાડવા મધ્યસ્થી કરવામાં આવી હતી. ગામના તલાટીએ પણ સ્થળની મુલાકાત લીધી હતી. બાબુભાઈ ગોસ્વામીની માંગણીઓ અંગે સમાધાનનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને સ્મશાનની જગ્યામાં તેમના પૂર્વજોની સમાધિ માટે જગ્યા ફાળવી આપવાની ખાતરી આપ્યા બાદ બાબુભાઈ ગોસ્વામીએ ઉપવાસ આંદોલન સમાપ્ત કર્યું હોવાનું જાણવા મળ્યું છે.
સમાધિ હટાવવાના મુદ્દે સર્જાયેલો વિવાદ મધ્યસ્થી બાદ શાંત પડ્યો છે.
રિપોર્ટર.
આસીકઅલી ગીલાણી
વિરમગામ
📲Get App