🔥 ट्रेंडिंग आळंदीत सायंकाळपासून रिमझिम पावसाची हजे... ओडिशा विधानसभा ने 28 सितंबर को मानसून... सुप्रीम कोर्ट ने सीबीएसई कक्षा‑6 के ती... ए.पी. मंत्री ने कांग्रेस के 'वोट चोरी'... एपीजीईए ने राष्ट्रपति आदेश‑2025 के ज़ो... अनकापल्ले में 43 लीटर हैश ऑयल, मूल्य ₹...
29 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મહીસાગર: બાલાસિનોર નજીક કેડીગઢ પરબિયા મહાકાળી માતાના મંદિરે ભક્તોની મનોકામના થાય છે પૂર્ણ
धर्म

મહીસાગર: બાલાસિનોર નજીક કેડીગઢ પરબિયા મહાકાળી માતાના મંદિરે ભક્તોની મનોકામના થાય છે પૂર્ણ

✍️ रिपोर्टर: ધાર્મિક બાબુભાઈ પ્રજાપતિ 🗓 28 अग. 2026, 02:26 PM 👁 70
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકામાં આવેલું કેડીગઢ પરબિયા મહાકાળી માતાનું પ્રાચીન મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. અહીં દર્શન માત્રથી ભક્તોની મનોકામના પૂર્ણ થતી હોવાની માન્યતા છે.

મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકામાં કેડીગઢ પરબિયા ખાતે બિરાજમાન મહાકાળી માતાનું મંદિર ખુબ જ પ્રાચીન અને શ્રદ્ધાનું કેન્દ્ર છે. એવી માન્યતા છે કે અહીં મહાકાળી માતાના દર્શન કરવાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ મંદિર પરિસરમાં મહાકાળી માતાની સાથે સાથે ભગવાન મહાદેવ, મેલડી માં, ખોડીયાર માં, કાલીક માં, ભાથીજી મહારાજ અને હનુમાન દાદા પણ બિરાજમાન છે. આ ઉપરાંત, મહંત શ્રી બકોરદાસ મહારાજની સમાધિના પણ દર્શન કરી શકાય છે.

મંદિરમાં દર મંગળવાર અને રવિવારે હજારો માઈ ભક્તો માતાના દર્શને આવે છે. ખાસ કરીને નવરાત્રી દરમિયાન, લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાના આશીર્વાદ મેળવવા માટે ઉમટી પડે છે. ભક્તોની શ્રદ્ધા છે કે માતા દરેકની મનોકામના પૂર્ણ કરે છે. નવરાત્રીના નવ દિવસ દરમિયાન મંદિરમાં માતાજીના ગરબાનું પણ આયોજન કરવામાં આવે છે.

મંદિર દ્વારા નિયમિતપણે મહા ભંડારાનું આયોજન પણ કરવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો પ્રસાદ ગ્રહણ કરે છે. વિવિધ તહેવારો અને શુભ પ્રસંગોએ, માતાજીના ભક્તો મહાકાળી માતાના દર્શન કરીને ધન્યતા અનુભવે છે અને પોતાની શ્રદ્ધા વ્યક્ત કરે છે.
📲Get App