🔥 TRENDING वाराणसी में यूजीसी के विरोध में छात्रो... उन्नाव में मूसलाधार बारिश से जनजीवन अस... LPU Students Protest Against Administr... User Searches for 'deescalatetensions'... TribuneIndia.com Users Search for "Jij... Dr Shiny Devassy featured in Tribune I...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વીરપુરમાં રક્ષાબંધન: હિન્દૂ-મુસ્લિમ ભાઈચારાની અનોખી પરંપરા
Local

વીરપુરમાં રક્ષાબંધન: હિન્દૂ-મુસ્લિમ ભાઈચારાની અનોખી પરંપરા

✍️ Reporter: AKASH JOSHI 🗓 28 Aug 2026, 12:56 PM 👁 67
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વીરપુરમાં દર વર્ષે રક્ષાબંધન પર્વે હિન્દૂ-મુસ્લિમ ભાઈચારાની અનોખી મિસાલ જોવા મળે છે, જેમાં રાજકીય મતભેદો હોવા છતાં ભાઈ-બહેનનો સંબંધ મજબૂત રહે છે.

મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકામાં દર વર્ષે રક્ષાબંધન પર્વે હિન્દૂ-મુસ્લિમ એકતા અને ભાઈચારાની અનોખી મિસાલ જોવા મળે છે. 2015 થી સૈયદ બિલકિશબાનું અબ્બાસી દર વર્ષે લીમરવાડા ગામ જાય છે અને ત્યાંના નાથુસિંહ પરમાર અને લાલસિંહ પરમારને રાખડી બાંધી ભાઈ-બહેનના સંબંધને મજબૂત બનાવે છે.

આ પરંપરા રાજકીય વિચારધારાની ભિન્નતા વચ્ચે પણ જળવાઈ રહી છે. સૈયદ બિલકિશબાનું અબ્બાસી વર્ષો થી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે, જ્યારે લીમરવાડા ગામના નાથુસિંહ પરમાર વીરપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે.

રાખડીના પવિત્ર તાંતણે બંધાયેલો આ સંબંધ માત્ર તહેવાર પૂરતો સીમિત નથી, પરંતુ સમાજમાં એકતા, ભાઈચારો અને પરસ્પર સન્માનનો સંદેશ આપી રહ્યો છે.

વીરપુરમાંથી આવી રહેલી આ અનોખી તસવીર સમાજ માટે સકારાત્મક અને પ્રેરણાદાયી સંદેશ સમાન છે, જે હિન્દૂ-મુસ્લિમ એકતા તેમજ રાજકીય સૌહાર્દનું પ્રેરણાદાયી ઉદાહરણ બની છે.
📲Get App