🔥 TRENDING J&K Govt Forms Task Forces to Roll Out... Liquor Sale, Consumption Prohibited Wi... અમરેલીમાં 30 સપ્ટેમ્બરે સેવાસેતુનો 12મ... जामवरमगढ़ महाविद्यालय में अधूरे निर्मा... સુરતમાં બેંક કર્મચારી હોવાની ઓળખ આપી લ... શાંતિ સંગીત હબ ૨ માં આગ લાગતા ભારે નુક...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરેન્દ્રનગરમાં ખાંડની કાળાબજારી રોકવા વેપારીઓ પર સખત તપાસ
Local

સુરેન્દ્રનગરમાં ખાંડની કાળાબજારી રોકવા વેપારીઓ પર સખત તપાસ

✍️ Reporter: Virendra bhai vyas 🗓 28 Aug 2026, 10:22 PM 👁 94
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ખાંડની ભાવવધારા અને કાળાબજારી રોકવા સુરેન્દ્રનગરમાં વેપારીઓ અને ગોડાઉનોમાં સઘન તપાસ અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી.

સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્રએ ખાંડની ભાવવધારા અને કાળાબજારી રોકવા માટે પુરવઠા વિભાગના વેપારીઓને સઘન દરોડા કર્યો.

તપાસમાં જથ્થાબંધ વેપારીઓ અને ગોડાઉનોમાં સ્ટોક મર્યાદા, રેકોર્ડ ચકાસણી કરવામાં આવી, 4000 ક્વિન્ટલથી વધુ સંગ્રહ અને 30 દિવસથી વધુ સ્ટોક રાખવામાં આવ્યો છે કે નહીં તે નિરીક્ષણ થયું.

જિલ્લા કલેક્ટર જી.એચ. સોલંકીના માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા અધિકારી એ.જી. ગજ્જર અને ટીમે સમગ્ર જિલ્લામાં મોટા વિક્રેતાઓની રૂબરૂ સ્થળ તપાસ કરી, ઉપલબ્ધ જથ્થા અને દસ્તાવેજોનું વિગતવાર મૂલ્યાંકન કર્યું.

સર્વ વેપારીઓને કેન્દ્ર અને રાજ્ય સરકારના ખાંડ નિયંત્રણ કાયદાઓનું પાલન કરવા આદેશ આપવામાં આવ્યો છે અને કાળાબજારી, સંગ્રહખોરી અથવા ગેરરીતિ કરતા વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આ પગલાં તહેવારોની મોસમ દરમિયાન નાગરિકોને વ્યાજબી ભાવમાં ખાંડ ઉપલબ્ધ કરાવવા અને કૃત્રિમ અછત ટાળવા માટે લેવામાં આવ્યા છે.
📲Get App