🔥 TRENDING खानपुर पुलिस ने देशी कट्टा और कारतूस क... स्वदेशी वस्तुओं के उपयोग से आत्मनिर्भर... Taylor Swift Wins Top Honors at VMAs 2... Actor Adam Brody Calls for ‘Free Pales... Taylor Swift Wins Video of the Year at... वेस्टइंडीज के खिलाफ शतक जड़ने वाले दो...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લામાં રક્ષાબંધન પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવા માં આવે છે તો બહેનોએ ભાઈને રાખડી બાંધી દીર્ઘાયુષ્ય અને ઉજ્જવળ ભવિષ્યની કામનાઓ કરે છે.

બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લામાં રક્ષાબંધન પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવા માં આવે છે તો બહેનોએ ભાઈને રાખડી બાંધી દીર્ઘાયુષ્ય અને ઉજ્જવળ ભવિષ્યની કામનાઓ કરે છે.

✍️ Reporter: Lalabhai D Darji 🗓 28 Aug 2026, 07:04 PM 👁 165
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વાવ-થરાદ અને બનાસકાંઠા જિલ્લામાં રક્ષાબંધન પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવા માં આવે છે તો બહેનોએ ભાઈને રાખડી બાંધી દીર્ઘાયુષ્ય અને ઉજ્જવળ ભવિષ્યની કામનાઓ કરે છે.

વાવ-થરાદ જિલ્લામાં ભાઈ-બહેનના પવિત્ર પ્રેમ અને અતૂટ લાગણીના પ્રતીક સમા રક્ષાબંધન પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. શ્રાવણ સુદ પૂનમના પાવન દિવસે બહેનોએ પોતાના ભાઈઓને રાખડી બાંધી તેમના સુખી જીવન અને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રાર્થના કરી હતી.

રક્ષાબંધન નિમિત્તે બહેનોએ સૌપ્રથમ ભાઈનું કંકુથી તિલક કર્યું હતું. ત્યારબાદ અક્ષત કરી આરતી ઉતારી ભાઈના કાંડા પર રાખડી બાંધી હતી.
રાખડી બાંધતી વખતે બહેનોએ ભાઈના દીર્ઘાયુષ્ય, સારા સ્વાસ્થ્ય તેમજ કામ માં પ્રગતિ અને સફળતા મળે અને તે જીવનમાં એક સારો વ્યક્તિ બને તેવી પ્રભુને પ્રાર્થના સાથે આશીર્વાદ આપ્યા હતા.


આ પવિત્ર પર્વ નિમિત્તે ભાઈઓએ પણ બહેનની હંમેશા રક્ષા કરવાની સાથે તેના સુખ-દુઃખમાં સાથ આપવાનું વચન આપ્યું હતું. આ પ્રસંગે ભાઈ-બહેન વચ્ચેના પ્રેમ અને લાગણીની સુંદર ક્ષણો જોવા મળી હતી.

રક્ષાબંધનને નારિયેળી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પવિત્ર તહેવારે વાવ-થરાદ અને બનાસકાંઠા જિલ્લામાં બહેનોએ ભાઈના કાંડે રાખડી બાંધી ભાઈ-બહેનના પવિત્ર સંબંધને વધુ મજબૂત બનાવ્યો હતો.

દિયોદરના પણ ગ્રામીણ વિસ્તારોમાં બહેન ભાઈ ને રાખડી બાંધી રક્ષાબંધન પર્વ અંગે પોતાની લાગણી વ્યક્ત કરતા સૌને પવિત્ર રક્ષાબંધન પર્વની શુભકામનાઓ પાઠવી હતી.
📲Get App