🔥 TRENDING बागमती नदी का जलस्तर बढ़ा, माड़र पुल क... Karnataka FDA Calls Centre to Act on 2... भारी बारिश से निंबड़ी चांदावता के खेतो... MSRTC Bus Crash Near Belapur Flyover I... Two Arrested in Murder of Hindu Trader... Road Agency and Contractor Penalised O...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાવરકુંડલામાં સંસ્કૃત સપ્તાહ અંતર્ગત ભવ્ય 'સંસ્કૃત ગૌરવ યાત્રા' યોજાઈ: ૭૫૦થી વધુ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા

સાવરકુંડલામાં સંસ્કૃત સપ્તાહ અંતર્ગત ભવ્ય 'સંસ્કૃત ગૌરવ યાત્રા' યોજાઈ: ૭૫૦થી વધુ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા

✍️ Reporter: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 27 Aug 2026, 09:24 AM 👁 113
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સાવરકુંડલામાં સંસ્કૃત સપ્તાહ અંતર્ગત ભવ્ય 'સંસ્કૃત ગૌરવ યાત્રા' યોજાઈ: ૭૫૦થી વધુ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા

સામાજિક, ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાઓના સંગમ સાથે નીકળેલી શાનદાર શોભાયાત્રાએ ભારતીય સંસ્કૃતિ અને સંસ્કૃત ભાષાની મહિમા ઉજાગર કરી


અમરેલી તા. ૨૬ ઑગસ્ટ
ભારતીય સાંસ્કૃતિક વારસાની ધરોહર સમાન સંસ્કૃત ભાષાનું મહત્વ આધુનિક યુગમાં પણ જળવાઈ રહે અને યુવા પેઢી તેનાથી સુપેરે પરિચિત થાય તેવા શુભ આશય સાથે સાવરકુંડલા ખાતે 'સંસ્કૃત સપ્તાહ'ની ઉજવણી અંતર્ગત એક અદભુત અને ભવ્ય "સંસ્કૃત ગૌરવ યાત્રા"નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ગૌરવ યાત્રાનો શુભારંભ સાવરકુંડલાની એસ. વી. દોશી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતેથી કરવામાં આવ્યો હતો. યાત્રા શહેરના વિવિધ મુખ્ય માર્ગો પર ફરીને પ્રજાજનોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી.

આ સાંસ્કૃતિક યાત્રામાં ૭૫૦થી પણ વધુ વિદ્યાર્થીઓએ પૂર્ણ ઉત્સાહ અને શિસ્તબદ્ધ રીતે ભાગ લીધો હતો. યાત્રામાં ખાસ તૈયાર કરવામાં આવેલા ૦૬ અદભુત ટેબલો રજૂ કરાયા હતા, જેણે પ્રાચીન વારસો અને લોકજાગૃતિનો સંદેશો અસરકારક રીતે પહોંચાડ્યો હતો.

શહેરની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ, સામાજિક સંગઠનો અને ધાર્મિક સંસ્થાઓના સહયોગથી આ આયોજન ખરા અર્થમાં ભવ્ય બની રહ્યું હતું.

આધુનિક સમયમાં પણ સંસ્કૃત ભાષા કેટલી ઉપયોગી અને વૈજ્ઞાનિક છે, તેનો સંદેશ સમાજ સુધી પહોંચાડવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો.

શહેરના માર્ગો પર ભ્રમણ કર્યા બાદ આ ગૌરવ યાત્રા જે.વી.મોદી હાઈસ્કૂલના પાછળના ગ્રાઉન્ડમાં સંપન્ન થઈ હતી. યાત્રાના સમાપન બાદ ભાગ લેનાર તમામ બાળકો અને સહભાગીઓ માટે સાત્વિક અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેનો બાળકોએ આનંદપૂર્વક આસ્વાદ માણ્યો હતો. સમગ્ર આયોજને સાવરકુંડલા શહેરમાં સાંસ્કૃતિક ચૈતનાનો નવો સંચાર કર્યો હતો.

આ સંસ્કૃત ગૌરવ યાત્રામાં ઉપસ્થિત રહેલા નગરપાલિકાના પ્રમુખશ્રી નયના બહેન કાપડિયા, નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી,મામલતદાર શ્રી દેસાઈ, તાલુકા નોડલ શ્રી આશિષ જોશી, સહ નોડલ શ્રી જયેશ પરમાર, શ્રી જેન્તીભાઇ સરવૈયા, સંસ્થાના આચાર્યા શ્રી ઉષા બહેન તેરૈયા, પદાધિકારીશ્રી, વિવિધ સમાજના અગ્રણીશ્રી, સાવરકુંડલાના શહેરની માધ્યમિક શાળા તેમજ પ્રાથમિક શાળાના આચાર્યશ્રી, શિક્ષકો, ભાઈઓ અને બહેનો, સંસ્કૃત ગૌરવ યાત્રામાં જોડાયા હતા.
📲Get App