🔥 ट्रेंडिंग ગણેશ વિસર્જન સમયે જૂની અદાવતે બે જૂથો... भैरमगढ़ में नगर पंचायत को हटाने और ग्र... सुप्रीम कोर्ट ने भूपेश बगेल के पाटन चु... छत्तीसगढ़ के मुख्यमंत्री का सूख्मा में... छत्तीसगढ़ में भारी वर्षा से 8 मौतें, 2... एलपीयू ने 10 दिन के लिए कक्षाएँ रोकी,...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સૌરાષ્ટ્રના મેળામાં વખણાતા થાનગઢમાં આવેલું વાસુકી મંદિર લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર.
स्थानीय

સૌરાષ્ટ્રના મેળામાં વખણાતા થાનગઢમાં આવેલું વાસુકી મંદિર લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર.

✍️ रिपोर्टर: Virendra bhai vyas 🗓 27 अग. 2026, 11:01 PM 👁 78
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આપણે ત્યાં ઉજવાતા વિવિધ તહેવારોમાં નાગપંચમીનું પણ ખાસ મહત્વ છે. રાજકોટમાં રાજકોટના રાજકુમાર કોલેજ ના મેદાનમાં આવેલ નાગદેવતાનું મંદિર તેમજ સૌરાષ્ટ્રના મેળામાં વખણાતા થાનગઢ (થાન)માં

સૌરાષ્ટ્રના મેળામાં વખણાતા થાનગઢમાં આવેલું વાસુકી મંદિર લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર.
આપણે ત્યાં ઉજવાતા વિવિધ તહેવારોમાં નાગપંચમીનું પણ ખાસ મહત્વ છે. રાજકોટમાં રાજકોટના રાજકુમાર કોલેજ ના મેદાનમાં આવેલ નાગદેવતાનું મંદિર તેમજ સૌરાષ્ટ્રના મેળામાં વખણાતા થાનગઢ (થાન)માં આવેલું વાસુકી મંદિર લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર છે.રાજકોટથી સુરેન્દ્રનગર ટ્રેનમાં જતાં રસ્તામાં જ થાનગઢ આવે છે. એક જમાનામાં થાનના પેંડા ખાસ વખણાતા હતા અને થાન જંકશન પર પણ વેચાતા હતા.થાનમાં પોટરી ઉદ્યોગ પ્રખ્યાત છે. થાનના માટીના વાસણો ઘરઘર રૂપ-રંગથી શોભે છે. થાનગઢમાં વાસુકી દેવતાનું મંદિર આવેલું છે, જે લગભગ 1200 વર્ષ જૂનું છે. આ મંદિર અત્યંત રળિયામણું છે. દર વર્ષે શ્રાવણ વદ પાંચમના રોજ નાગપંચમી અહીં ભાવપૂર્વક ઉજવવામાં આવે છે અને દર્શાનાર્થીઓની ભારે ભીડ રહે છે. લોકો નાગમંદિરમાં દૂધ ચડાવે છે તથા વિશેષ પૂજા કરે છે. અહીં નાગદેવતાના મંદિરના ધ્વજનો દંડ 111 ફૂટ ઊંચો છે.દાદાના દર્શન દૂરથી થઈ શકે છે અને ભક્તોની માનતા પૂર્ણ થાય છે. લોકો દાદાની પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવે છે. ભક્તો દીવો-અગરબત્તી પ્રગટાવી નાગદેવતાને રીઝવે છે અને પોતાના પરિવાર માટે પ્રાર્થના કરે છે. વાસુકી નાગદેવતા થાનજી કે થાનગઢ તથા આજુબાજુના વિસ્તારનું રક્ષણ કરે છે.
📲Get App