🔥 TRENDING उन्नाव में मूसलाधार बारिश से जनजीवन अस... LPU Students Protest Against Administr... User Searches for 'deescalatetensions'... TribuneIndia.com Users Search for "Jij... Dr Shiny Devassy featured in Tribune I... Truck rams police SUV in Rewari, drive...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ઊજવણી
Lifestyle

ઊજવણી

✍️ Reporter: Soni Hemantkumar Vinodlal 🗓 27 Aug 2026, 03:02 PM 👁 62
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ઊજવણી

બારીયા કોલેજમાં ઝવેરચંદ મેઘાણી જન્મ જયંતી ની ઉજવણી
વાય.એસ.આર્ટસ એન્ડ કે. એસ.શાહ કોમર્સ કોલેજ દેવગઢબારિયા ખાતે ગુજરાતી વિભાગ દ્વારા ગુજરાતી સાહિત્યના અમર સર્જક લોક સાહિત્યના સંશોધક અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મ જયંતીની ભાવભીની અને સાહિત્ય સભર ઉજવણી કરવામાં આવી. ગુજરાતી ભાષા લોકસાહિત્ય ,લોકગીતો અને શૌર્ય ગીતોની સમૃદ્ધ પરંપરાને નવી પેઢી સુધી પહોંચાડવાના ઉદ્દેશથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં કોલેજના આચાર્યશ્રી ડૉ.એમ.એન. ગોહિલ સાહેબ અધ્યાપક ગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત માં કોલેજના વિદ્યાર્થીઓએ કસુંબીનો રંગ શૌર્ય ગીત રજૂ કર્યું હતું.ત્યારબાદ કોલેજના આચાર્યશ્રી ડૉ.એમ.એન. ગોહિલ સાહેબે ઝવેરચંદ મેઘાણી ના સાહિત્યિક પ્રદાન અંગે વક્તવ્ય આપ્યું હતું.ત્યારબાદ ગુજરાતી વિભાગના નિસરતા સાહેબ, ડૉ.એસ.બી.પટેલ સાહેબ અને ડૉ.પુષ્પાબેન ગોઠડીયાએ મેઘાણીના જીવન સર્જન અને સાહિત્યિક પ્રદાન અંગે પ્રેરણાદાયી વક્તવ્ય રજૂ કર્યા હતા. વક્તાઓએ મેઘાણીના લોક સાહિત્ય પ્રત્યેનો પ્રેમ શૌર્ય ગીતો અને રાષ્ટ્રપ્રેમ ની ભાવનાને સુંદર રીતે ઉજાગર કરી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ ગુજરાતી વિભાગના ડૉ .અનિતાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું.
સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો મેઘાણીજીના સાહિત્ય અને વિચારો દ્વારા વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ ,રાષ્ટ્રભક્તિ, દેશ માટે ગૌરવની ભાવના અને ગુજરાતી સાહિત્ય પ્રત્યે ની રુચિ વધુ પ્રબળ બની હતી. આમ ઝવેરચંદ મેઘાણીની જન્મ જયંતીની ઉજવણી જ્ઞાન, સાહિત્ય,સંગીત અને રાષ્ટ્રભાવના સુંદર સમન્વય બની રહી હતી. સમગ્ર કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહ અને સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.
📲Get App